________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૮૮ જેમકે જ્ઞાનની પર્યાય સમયે સમયે પ્રગટે છે. પ્રગટે છે તો કઈ નયે કરે છે? આત્મા કઈ નયે જ્ઞાનની પર્યાયને કરે છે? તો કહે છે કે વ્યવહારનયે આત્મા જ્ઞાનની પર્યાયનો કર્તા છે. નિશ્ચયનયે તો આત્મા જ્ઞાનની પર્યાયનો પણ અકર્તા જ છે. બે નય લગાડી ને વાત કરી.
હવે આ જે વ્યવહારનયે કર્તાપણાનો ઉપચાર આવે છે એને ઓળંગી જાઓ. પર્યાયમાં તો “કાર્ય” પર્યાયના સ્વભાવથી જ થાય છે ને? જુઓ “થવા યોગ્ય’ આવ્યું ને? સીમંધર પ્રભુની વાણી એટલે ટંકોત્કીર્ણ. “થવા યોગ્ય' આવ્યું, પર્યાયમાં તો કાર્ય પર્યાયના સ્વભાવથી જ થાય છે. તો અરે ! વ્યવહારનયે આત્મા કર્તા છે એ ઉપચાર ખોટો થયો, ખોટો જ થયો ને! આત્માને કર્તા કહેવો આ ઉપચાર ખોટો થયો ને ! ઓટોમેટિક. (શ્રોતા- પર્યાય તો પર્યાયના સ્વભાવથી જ થાય છે.) કેમ કે પર્યાય સ્વભાવ તરીકે નિરપેક્ષ છે, સત્ છે, એને સાપેક્ષ તરીકે, આત્મા તરીકે, વ્યવહારથી જુઓ તો એ ખોટું થઈ ગયું. (વ્યવહારનયે આત્મા કર્તા છે એ ઉપચાર ખોટો થયો.) તો જે નયોના વિકલ્પ ઉઠતા હતા તે છૂટીને અંદરમાં ચાલ્યો ગયો. આ વિકલ્પ છોડવાની વાત ચાલે છે.
પર્યાયનો સ્વભાવ પણ સારો આવ્યો. દ્રવ્ય-સ્વભાવ તો સારો પણ..... પર્યાયનો સ્વભાવ સારો છે. (શ્રોતા.... ઈ બહુ important છે.) ત્યારે પર્યાય સ્વભાવનો પણ જ્ઞાતા થઈ જાય છે. દ્રવ્ય સ્વભાવનો જ્ઞાતા ને પર્યાય સ્વભાવનો પણ જ્ઞાતા. વચ્ચે જે નયોના વિકલ્પ ઊઠતા હતા નિશ્ચયનયના અને વ્યવહારનયના એ છૂટીને એકલું જ્ઞાન રહી ગયું. આ નય વિનાનું જ્ઞાન તે જ્ઞાન છે. (શુદ્ધજ્ઞાન) એ એકલા જ્ઞાનમાં આનંદ આવે છે. નયોના વિકલ્પમાં આનંદ નથી; આકુળતા હતી.
જેમ કુંદકુંદ ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાંથી આવ્યા, શાસ્ત્રની રચના કરી. તેમ અમે પણ ત્યાંથી આવ્યા છીએ. આ માલ સીમંધર પ્રભુનો જ છે. જ્ઞાનનું જ જ્ઞાન થાય છે. (શ્રોતા-જી, સાહેબ! આપનો અનંતો ઉપકાર છે.) (શ્રોતા- આમાં તો સાધક કેમ થાય ઈ આવી ગયું ને? સાધક થયા પછી સાધ્ય કેમ થાય એ પણ આવી ગયું.) સાધ્ય મોક્ષ કેમ થાય ઠેઠ સુધીની વાત છે. (સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ સુધીની કેવળજ્ઞાન સુધીની વાત છે. આમાં તો...) શ્રેણીનો વિચાર આવ્યો ને? આમાં શ્રેણી આવે. મોક્ષ થવા પહેલાં શ્રેણી આવે ને? (શ્રોતા-ઉપચારને ઓળગે એટલે શ્રેણી આવે ને?) સાધકની ૪૭ નયની વાત કરી પણ આ તો ૪૭ નયનો વિકલ્પ છૂટી જાય અને શુદ્ધોપયોગ થઈ જાય એવી વાત છે. (અને આમ જુઓ તો નયજ્ઞાન દોષરૂપ જ છે ને?) દોષરૂપ જ છે. (ભલે સાધકને હોય છે પણ સાધ્યને તો નથી હોતું ને? પરમાત્માને તો નથી હોતું ને? એટલે ખરેખર ઈ... જ્ઞાનનું સ્વરૂપ નથી.) નિર્વિકલ્પ ધ્યાનમાં પણ સાધકને નથી હોતું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com