________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૮૬
આહાહા! નય લગાડી એટલે સાપેક્ષ કહેવું પડયું. કર્તાનયે કરે છે અને અકર્તાનયે સાક્ષી છે. બે નયો ઊભા થાય છે.
આહાહા ! થવા યોગ્ય બધું થાય છે બસ. કર્તાનય કરે છે અને અકર્તાનયે જ્ઞાતા છે એમાં તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. (કર્તાનયે કરે છે અને અકર્તાનયે જ્ઞાતા છે તેમાં નયોના વિકલ્પ ઉત્પન્ન થાય છે.) નયોના વિકલ્પ ઊઠે છે. ( રાગ એના પર્યાય સ્વભાવથી જ થાય છે.) તેમાં ઉપેક્ષા આવી જાય છે. તેમાં નયો પ્રત્યે ઉદાસીન થાય છે. શ્રીમદ્દજીમાં બહુ આવ્યું 'તું ( શ્રોતા-આ દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવમાં નય વિકલ્પોથી છૂટવાની કોઈ અદ્દભુત વિધિ બતાવી છે હોં!) (શ્રોતા- બધાય નયોના વિકલ્પ છૂટી જાય. પર્યાય સ્વભાવને જાણતાં કર્તા નયનો વિકલ્પ છૂટે છે. અને દ્રવ્ય સ્વભાવને જાણતાં અકર્તા નયનો વિકલ્પ છૂટે છે. હા, પર્યાય સ્વભાવમાં કર્તાનયનો વિકલ્પ છૂટે છે, અને દ્રવ્ય તો અકર્તા છે તેમ નયથી જોવાનું છોડોને ! સ્વભાવથી જુઓ તો નયથી અકર્તા છે (એનું ) શું કામ છે? સ્વભાવથી જ અકર્તા છે. અકર્તાનયે અકર્તા નહીં. સ્વભાવથી જ અકર્તા છે. આહા !
આત્મા જ્ઞાયક છે તો કઈ નયથી જ્ઞાયક છે? સ્વભાવથી જ જ્ઞાયક છે. એ સમયસારમાં છે. સ્વભાવથી જ જ્ઞાયક છે. મેં તમને કહ્યું હતું. (શ્રોતા-બન્નેના વિકલ્પ છૂટવાની રીત બહુ સારી છે. બન્નેને સ્વભાવથી જુઓ.) નામજ ઈ.... છે ને! “ દ્રવ્ય સ્વભાવ-પર્યાય સ્વભાવ
આ વાક્ય પરથી વિચારો લંબાણા કે પર્યાયને પર્યાયના સ્વભાવથી જોતાં, આત્મા વ્યવહારથી પર્યાયને કરે છે તે કર્તાપણાનો ઉપચાર નીકળી જાય છે એમ. એટલે પરિણમે છે ત્યારે કરે છે તેવી એક નય છે ખરી સમજી ગયા, પણ એ ઉપચાર છે; એ ઉપચારને ઓળંગી જા. નયને ઓળંગી જા. એ એનો સ્વભાવ છે. ત્યાં તો અંદર આવી જશે. ઓમાં વિકલ્પ ઉત્પન્ન થતો હતો. એ કર્તાપણાનો ઉપચાર નીકળી જાય છે. (પરમાર્થ પ્રતિક્રમણ થઈ જાય છે.) પરમાર્થ પ્રતિક્રમણ થઈ જાય ઈ.... આ. (કેવી આમ બધી વાતની સંધિ કરી લીધી.) રાગ અને વીતરાગ ભાવ બન્ને વાતનો ઉપચારથી કર્તા આવે છે ને હું? જો સ્વભાવ ઉપર નહીં જાય તો કર્તાબુદ્ધિ થઈ જશે.
મારી સામે અનેક વખત આવ્યું કર્તાનયે જ્ઞાની રાગને કરે છે ને? મેં કહ્યું અકર્તાનયે સાક્ષી છે કે નહીં.?” પ્રતિપક્ષ (અકર્તાનય ) છે કે નહીં! તરત જ એમ કહું હોં! ! તરત જ ચૂપ થઈ જાય. ઈ.... કર્તાનય કરે છે ત્યારે હું ‘હા' ન પાડું. અકર્તાનયે સાક્ષી છે કે નહીં! ઈ તમે કેમ લેતા નથી ? (અકર્તાનયે કરતો નથી એમ છે કે નહીં ? ) એક જ સમયમાં બે ધર્મો પ્રતિપક્ષ છે કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
66