________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૮૨
બેન! પાંચ પ્રતિક્રમણની ગાથા (એમા ) પાંચ રતન ઉતાર્યાં છે. ( પહેલાં ) ઉકેલ નહોતો આવતો ( એટલે અંદ૨માં) ખટક રહેતી હતી. અને આચાર્ય ભગવાને કહ્યું એટલે આપણાથી બીજું કાંઈ બોલાય નહીં. કર્તા નથી એમ કહ્યું ને? એટલે ખટક રહેતી હતી. કર્તબુદ્ધિ ગઈ છતાં કર્તા નથી એ કેમ યાદ કરે છે? કેમ યાદ કરે છે ? ઈ... કર્તાબુદ્ધિ તો ચોથા ગુણસ્થાને જાય છે. અકર્તા થઈ જાય છે છતાં એ પરિણમન છે; પરિણમન છે, તો ઉપચાર આવે છે એ ઉપચારને ઓળંગી જાય છે. (શ્રોતા-આ રીતે ઓળંગી જાય છે કે થવા યોગ્ય થાય છે ને જાણનાર જણાય છે.' આ તો રતન નીકળ્યું. પાંચ રતન આવ્યા ને?) પાંચ રતન અરે! કેવો ઉકેલ આવી ગયો. આ જે છે ને તે જ્ઞાનનું જ્ઞાન થયું' તું હોં! ! બીજું કાંઈ નહોતું થયું. ઈ શું થયું' તું ? ( શ્રોતા-જ્ઞાનનું જ્ઞાન થયું' તું.)
ઉપચારનો નિષેધ કરવા માટે ઉપચાર છે કે રાખવા માટે છે? ( શ્રોતા-હું.... નિષેધ કરવા માટે જ છે ને! રાખવા માટે થોડો જ છે!) (શ્રોતા- કર્તાબુદ્ધિ તો ૨ખને જૈસી હૈ હી નહીં. પરંતુ કર્તાકા ઉપચાર ભી ૨ખને જૈસા નહીં હૈ. ઉસકો ભી ઉલ્લંઘને જૈસા હૈછોડને જૈસા હૈ. કોંકિ અધ્યવસાન છોડાયા હૈ ઉસસે હમ ઐસા સમજતે હૈં કિં આપને સબ પ્રકારકા વ્યવહા૨ છોડાયા હૈ.) ઈ... આ વાંચીને મને કર્તાનય અને અકર્તનયનો વિચાર આવ્યો. (અને પાંચ રતનની ગાથામાં પણ એમ જ છે ને ! ઉપચારનો નિષેધ છે.)
બધી પર્યાયો લઈ લીધી. સમજી ગયા. એટલે હું કરતો નથી, પુદ્દગલ એને કરે છે તેને હું અનુમોદન કરતો નથી. સમજી ગયા. ત્યારે હું શું કરું છું? એમ જાણીને આત્મામાં ચાલ્યો જાય છે. અહાહા! ખરેખર કોઈ અદ્દભુતથી અદ્દભુત ચીજ છે ઈ.... પાઠ યાદ આવે છે; આમ અમૃત છેઃ અમૃત (ઈ ગાથામાં) પાંચ રતન લખ્યાં એમાં. શુદ્ધભાવ અધિકાર ઊંચામાં ઊંચો પણ તેને ક્યાંય રતનની ઉપમા ન આપી. જેમકે નવતત્ત્વોનો સમૂહ ૫રદ્રવ્ય હોવાના કારણે હેય છે. પણ તેને રતન ન લખ્યું. (શ્રોતા-આ ચારિત્રની ગાથા છે ઉપચારનો નિષેધ હતો ને માટે)
પોતે ( પદ્મપ્રભમુનિરાજ ) ચારિત્રવંતને ! એટલે પોતાને (ઉપચારનો ) નિષેધ કરીને શુદ્ધપયોગ થયો એટલે તેમને ખ્યાલ આવ્યો કે કુંદકુંદ ભગવાન આમ કહેવા માગે છે. પોતે ઈ... સ્ટેજ ઉ૫૨ હતા ને? કુંદકુંદની અને એમની સરખી ભૂમિકા હતી ને? (એને રતન લાગ્યું એટલે રતન લખ્યું.) પાંચ રતનનું અવતરણ થાય છે. આહાહા! ગજબ કરી. એમાં (શ્રવણ બેલગોલાનો) ભટ્ટારક હલી ગયો ને ? આમાં હલી ગયો.
( કર્તાનયમાં તો આત્મા ઉપ૨ કર્તાનો ઉપચાર આવે છે.) હા. આત્મદ્રવ્ય કર્તાનય કરે છે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com