________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૮૧ અતીન્દ્રિયજ્ઞાન એટલે ભાવ શ્રુતજ્ઞાન. ભાવશ્રુતજ્ઞાન એટલે જેમાં આનંદ આવે એવું જ્ઞાન પણ દ્રવ્યશ્રુત નહીં. દ્રવ્યશ્રુત નહીં એટલે શાસ્ત્રની સન્મુખનો જે ઉપયોગ છે એની વાત નથી. માનસિક જ્ઞાન નહીં. આત્મિક જ્ઞાન (લેવું) એમાં આ વિવેચન કરે છે. કર્તાનય (પૂ. ગુરુદેવશ્રીની કેસેટ) હજુ આજે જ શરૂ થઈ. હજુ પાંચેક મિનિટ ચાલ્યું 'તું ત્યાં તો ટાઈમ થઈ ગયો. કર્તાનય ને અકર્તાનય. ભોક્તાન અને અભોક્તાનય તે ચીજ સારી છે. સમજવા જેવી છે. એટલે....
કર્તા એક ધર્મ છે, પરિણમે છે માટે કર્તા એમ નહીં. કર્તાબુદ્ધિ નથી. કરવા યોગ્ય છે સાધકને એમ (નહીં) સાધકની આ એક નય છે. અને તે પ્રતિપક્ષનય સાથે એક સમયમાં છે. (અકર્તાનય પણ છે.) ઈ એનો સાક્ષી જ છે. એમ ભોક્તાનયે દુઃખને ભોગવે છે ત્યારે અભોક્તાન સાક્ષી જ છે. બન્નેમાં સાક્ષી શબ્દ વાપર્યો છે.
(શ્રોતા-કર્તા-ભોક્તાધર્મ છે એમ જાણે છે.) માટે કાર્ય પર્યાયમાં થાય છે. થાય છે એનો હુકાર. પણ સાથે સાથે એનો જ્ઞાતા રહે છે એમ. જ્ઞાતા રહે છે એટલે કર્તબુદ્ધિ થતી નથી. અને કર્તાનય છે એ દોષ છે એનું પણ જ્ઞાન થઈ ગયું. (શ્રોતા-દોષકા જ્ઞાન હો ગયા !) દોષકા જ્ઞાન હો ગયા બસ. (શ્રોતા-દોષ નહીં હો તો તો પરમાત્મા હોતા હૈ. ઔર દોષકા મેં કર્તા હૂં તો તો મિથ્યાદષ્ટિ હોતા હૈ. દોષ ભી હૈ ઔર જ્ઞાતા ભી હૈ.) આ તો સાધકની વાત છે ને?
કેમકે નય એ સાધકને જ હોય છે. કેવળીને ન હોય અને મિથ્યાષ્ટિને પણ ન હોય. (શ્રોતા-બરોબર.) આ હમણાં વિચાર આવ્યો. આપણે હમણાં વાંચીએ છીએ ને એના ઉપરથી વિચાર આવ્યો કે (પર્યાયને પર્યાયના સ્વભાવથી જોતાં, આત્મા વ્યવહારથી પર્યાયને કરે છે એ કર્તાપણાનો ઉપચાર નીકળી જાય છે.)
આ જે છે ને! દ્રવ્ય સ્વભાવ-પર્યાય સ્વભાવ તે ૪૭ નયથી ઉપરની વાત છે. (શ્રોતા-એમાં જે ઉપચાર આવે છે કર્તાનયે કર્તા છે. એ ઉપચાર નીકળી જાય છે. એક પ્રકારની પર્યાયની યોગ્યતા તે સ્વભાવ છે.) સ્વભાવ છે; બસ. “તત સમયની યોગ્યતા.' (અને પછી આ રીતે જ એ યોગ્યતાઓનો અભાવ થાય છે ને?) અને પછી યોગ્યતા ખરે છે કેવી રીતે? આ રીતે જ ખરે છે ને?) બસ. સ્વભાવના આશ્રયે. (શ્રોતા( વિકાર) છે તો રાખવા માટે થોડી છે?) જવા માટે આવે છે. (જવા માટે આવે છે ને? તો પછી કેવી રીતે એનો અભાવ થાય છે. અને પછી સ્વભાવને જોયા કરે છે તો એનું લક્ષ છૂટી અને સ્વભાવનું લક્ષ આવી જાય છે.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com