________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭૯
વ્યવહારનય લગાડીને જાણે, તો એ દોષ છે. જ્ઞાનનો સ્વભાવ જ આત્માને જાણતાં જાણતાં એને જાણવાનો છે. એમ ઉપર આવ્યું છે.
હમણાં આપણે આગળ આવ્યું ને? બન્નેને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. પર્યાયને વ્યવહારનયે જાણે છે, એમ નહીં. (તો નિશ્ચયનયે આત્મા એને જાણે છે એમ આવશે.) પછી તો ઈનું ઈ.... જ રહેશે. માટે એને જાણે છે, બસ. દ્રવ્યને જાણતાં જાણતાં એને જાણે છે. અથવા જણાઈ જાય છે બસ. એટલું જ લેવું. આ તો આખા જ્ઞાન સ્વભાવથી જ તું, જો! જ્ઞાનને સ્વભાવથી જ જો. જ્ઞાનમાં નય ન લગાવ એમ. એને સ્વભાવથી જો.
જ્ઞાનને પોતાના સ્વભાવથી જ જો. દ્રવ્યને જાણવું ને પર્યાયને જાણવું એ તો સ્વભાવ છે. (બન્નેને જાણવું એ તો સ્વભાવ છે.) સ્વભાવ છે એમ. (એમાં નયની શું જરૂર છે?) શું જરૂર છે? એમ. (નય લગાડશો તો જ્ઞાન જ નહીં રહે અને જ્ઞાનમાં બેય જણાઈ જાય છે.) બેય જણાઈ જાય છે. આનંદ આવે તે ન જણાય? અને એ જણાય ત્યારે પર્યાય દષ્ટિ થાય ? પૂછયું'તું. ન જ થાય.
પર્યાયમાં ક્રિયા થયા જ કરે છે. પર્યાયનો સ્વભાવ જ કર્તાપણું છે. જેમ દ્રવ્યનો સ્વભાવ અકર્તાપણું છે. કઈ નયથી અકર્તાપણું છે ? એમ નહીં. સ્વભાવથી જ અકર્તા છે. એમ પર્યાય કઈ નયથી કર્તા છે ? એમ નહીં. સ્વભાવથી જ કર્તા છે.
સ્વભાવથી જ પર્યાયમાં ક્રિયા થયા કરે છે; અવિરતપણે થયા કરે છે, એને રોકી ન શકાય. વિકારી કે અવિકારી એમ ન લેવું. સામાન્ય ક્રિયા-ઉત્પાદ-વ્યય જે પર્યાય પોતાના સ્વભાવથી જ પરિણમે છે. એમ પર્યાયને પર્યાયના સ્વભાવથી જોતાં, આત્મા વ્યવહા૨થી ૫ર્યાયને કરે છે એ કર્તાપણાનો ઉપચાર નીકળી જાય છે.
*
6
નયજ્ઞાનથી આત્મજ્ઞાન થતું નથી, સાંભળ ! જ્ઞાનથી....... આત્મજ્ઞાન થાય છે, એ જ્ઞાનમાં નય નથી !' જે જ્ઞાનમાં આત્માનાં દર્શન થાય છે એમાં નય નથી.
(જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન પેજ. ૨૬૪)
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com