________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭પ ચાલતું હતું ને? ચાલતું” તું એમાં પર્યાય સ્વભાવ આવ્યો ને? વાત કરી હતી કેઃ દ્રવ્યસ્વભાવ પહેલાં લેશું પછી પર્યાય સ્વભાવ.
(પર્યાયને સ્વભાવથી જુઓ તો વ્યવહારનયે આત્મા કર્તા છે એ ઉપચાર નીકળી જશે.) પણ ઉપચાર કર્યા જ કરે તો તો વિકલ્પ આવ્યા કરે ને (અકર્તા સરખી રીતે દેખાય જ નહીં.) કેમકે કર્તા છે, ઉપચારથી કર્તા છું, નિર્મળ પર્યાયનો ઉપચારથી હું કર્તા છું, ઉપચાર કર્તા છું, નિર્મળ પર્યાયનો ઉપચારથી હું કર્તા છું એમ આવ્યું ને? (પછી ઉપચાર નીકળી જાય છે ને કર્તા બુદ્ધિ રહી જાય છે.) હા. કર્તબુદ્ધિ જ થાય છે. ઉપચારના નામે પણ કર્યાદ્ધિ રહી જાય છે. ઉપચારની વાતો જ કરે છે બાકી કર્તાબુદ્ધિ જ છે. (કેમકે આ ખબર ન હોય) મૂળ પર્યાયના સ્વભાવની ખબર ન હોય ત્યાં સુધી ઉપચાર નીકળે કેવી રીતે? ન નીકળે; ન નીકળે. (શ્રોતા-નીકળે નહીં તો કર્તા બુદ્ધિ પણ કેવી રીતે જાય?) કર્તાબુદ્ધિ રહે જ. નામ જ ઉપચાર, વ્યવહારથી કરું છું પણ નિશ્ચયનયથી જ કરે છે. (માને છે નિશ્ચયથી એટલે આ બધું જરૂરી છે. એટલે પર્યાય સ્વભાવને આ રીતે ચોખ્ખો જાણવો બહુ જ જરૂરી છે.
પર્યાયને સ્વભાવથી જુઓ તો વ્યવહારનયે આત્મા કર્યા છે એ ઉપચાર નીકળી જશે. ઉપચારને ઓળંગે તો અનુભવ થાય. જ્યાં સુધી ઉપચારમાં ઊભો છે ત્યાં સુધી વિકલ્પ છે. ભલે ને જ્ઞાની હોય! તોપણ એણે ઉપચારને ઓળંગવાની વાત પરમાર્થ પ્રતિક્રમણમાં કરી છે. અને પૂ. ગુરુદેવે પણ કહ્યું કે ઉપચારથી પણ કર્તા નથી એમ લેવું. (આપે કહ્યું છે ને કે પર્યાય સ્વભાવને પર્યાય સ્વભાવથી જો તો ઉપચાર આવશે જ નહીં) ક્યાંથી આવે? હું અકર્તા છું, તો ઉપચાર ન આવ્યો ને? અને પર્યાય પર્યાયને કરે છે એમ જાણવામાં આવી ગયું, બસ. (શ્રોતા–તો ઉપચાર નીકળી ગયો. આપશ્રીએ તો ઉપચાર નીકળવાનું એક મૂળ કારણ દીધું છે.) મૂળ કારણ દિયા કે ઉસકો ઉસકા સ્વભાવસે દેખો. પર્યાય, પર્યાય, સ્વભાવસે હી સત્ અહેતુક ક્રિયા કરે છે, તારા કર્તાપણાની અપેક્ષા વિના. એક સત નિરપેક્ષ છે તેને બીજા સતની અપેક્ષા નથી.
અને પર્યાય પર્યાયને કરે છે એ કાંઈ નિશ્ચયનયથી નથી કરતી. એ તો સ્વભાવથી જ કરે છે. એટલે એને ભાઈ ! કોઈ વિકલ્પની જરૂરત જ નથી.) વાત સાચી છે. (તેને નિશ્ચયનયની જરૂરત નથી, તો પછી આત્મા કરે છે એવા વ્યવહારની જરૂરત તો ક્યાંથી હોય એને?) નિશ્ચયનયથી પર્યાય પર્યાયને કરે છે એવી જરૂર નથી. સને માટે તો વ્યવહારથી આત્મા કરે છે એવી જરૂરત ક્યાંથી હોય ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com