________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૮ છે. નિગોદમાં હો કે સાધક અવસ્થામાં હો કે પરમાત્મ અવસ્થામાં કોઈ પણ હાલતની અંદર, પર્યાયમાં સ્વયં કર્તા ને ભોક્તાપણું એનો સ્વભાવ છે. કર્તા પણ એનો સ્વભાવ અને ભોક્તા પણ એનો સ્વભાવ. જે સમયે કરે તે સમયે ભોગવે. પાછું કર્તા ભોક્તાનો સમયભેદ નથી.
હવે ત્રણ ભેદ પાડ્યા છે. આ ત્રણ ભેદ મીઠાભાઈને બહુ ગમ્યા. મીઠાભાઈ બહુ ખુશ થયા. પર્યાયનો સ્વભાવ પણ લીધો છે ને? એટલે ક્યાંય કોઈ કાંઈ કહી ન શકે એમ ! જેમ છે તેમ મધ્યસ્થતાથી આવ્યું છે ને? ખેંચતાણની વાત જ ક્યાં છે?
અજ્ઞાન દશામાં રાગને કરે છે ને દુઃખને ભોગવે છે. કેમકે આ પર્યાય સ્વભાવ છે. પર્યાય સ્વભાવ રાગને કરે ને દુ:ખને ભોગવે ત્યારે દ્રવ્ય રાગને કરે છે ને દુ:ખને ભોગવે છે એમ તો છે જ નહીં. અને છતાં માને તો એ અજ્ઞાન છે, એમ. (એટલે પર્યાય દુ:ખને ભોગવે, પર્યાય દષ્ટિવાળો પણ, એની પર્યાય જ દુઃખનું કારણ છે ને દુઃખને ભોગવે છે. હા, પર્યાય દષ્ટિવાળો જીવ પણ (પર્યાય દષ્ટિવાળાની જ, ) પર્યાયની એવી યોગ્યતા છે રાગને કરવાની અને ભોગવવાની. પર્યાય કરે ને ભોગવે. દ્રવ્યસ્વભાવ તો કરે ને ભોગવે એમ છે જ નહીં. અજ્ઞાની જીવને પણ કર્તા ભોક્તા પ્રતિભાસે છે.
(હા, પ્રતિભાસ હૈ.) લેકિન ઈસકા અર્થ યે (દ્રવ્ય) કર્તા હૈ ને ભોક્તા હૈ ઐસા નહીં હૈ. (ઉસમેં ઐસા આ ગયા કિ કર્તા ભોક્તા હોતા નહીં હૈ.) હોતા નહીં હૈ. તીનકાલ મેં હોતા નહી હૈ. (કર્તા પ્રતિભાસે છે, ભોક્તા પ્રતિભાસે છે ઈ... અજ્ઞાન છે.) એનું અજ્ઞાન છે પ્રતિભાસે છે ઈ અજ્ઞાન છે. અને એને એમ પ્રતિભાસે છે, કે પર્યાય કરે ને ભોગવે છે. હું તો અકર્તા રહ્યો છું; તો ભેદજ્ઞાન થઈને અનુભવ થઈ જાય.
હવે કરે છે. પર્યાય, અને માને છે કે હું કરું છું, દુઃખને ભોગવે છે. પર્યાય, અને માને છે કે હું દુઃખને ભોગવું છું, આનંદને ભોગવે છે. પર્યાય અને માને હું ભોગવું છું આનંદ ને! એમ નથી. એ બધા ઉપચારના-વ્યવહારના કથનો છે. અને એ વાત કરી છે સમયસાર અગિયારમી ગાથામાં “વ્યવહાર સઘળોય અભૂતાર્થ છે.” એ વાત સો ટકા સાચી છે. આખો એ સંસાર ઊભો થયો હોય તો, જિનાગમમાં જે વ્યવહાર લીધો છે એ સાચો લાગ્યો છે. (બસ, ઈસમેં કર્તબુદ્ધિ ભોક્તાબુદ્ધિ હો ગઈ.) ઉત્પન્ન હો ગઈ. ખલાસ! (આહા ! આ પર્યાય સ્વભાવ સમજે તો કર્તા ભોક્તા બુદ્ધિ દૂર થઈ જાય.) દૂર થઈ જાય, પર્યાયનો સ્વભાવ છે, મારો સ્વભાવ નથી એમ, બે ભાગલા પાડી દીધા ને? દ્રવ્ય સ્વભાવ શું ને પર્યાય સ્વભાવ શું? દ્રવ્ય સ્વભાવ નિષ્ક્રિય કહી દીધો. પર્યાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com