SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૭ ચર્ચા નં. -૬ રાજકોટ હવે પર્યાય સ્વભાવ આવશે. દ્રવ્ય સ્વભાવનાં પેજ વધારે છે. “પર્યાય સ્વભાવ” સિદ્ધાંતઃ- વસ્તુ કદી પણ પોતાના સ્વભાવને છોડે નહીં. વસ્તુના બે વિભાગ. (૧) દ્રવ્ય સ્વભાવ નિષ્ક્રિય સ્વરૂપ પોતાના અનાદિ અનંત અકર્તા સ્વભાવને છોડે નહીં, અને કદી પણ કર્તા થાય નહીં. આ દ્રવ્ય સ્વભાવ. (૨) પર્યાય સ્વભાવઃ- પર્યાય પણ એક વસ્તુ છે. સત અહેતુક છે. પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે. ઓલું (દ્રવ્યસ્વભાવ) નિષ્ક્રિય લીધું, અને આ સક્રિય લીધું. પર્યાય-ક્રિયાવંત છે. અનાદિ અનંત તે પોતાની ક્રિયાના કારકને છોડે નહીં. પર્યાયમાં ક્રિયા (સામાન્ય ઉત્પાદ-વ્યયરૂપ ક્રિયા, પરાશ્રિત કે સ્વાશ્રિત એવો ભેદ હમણાં ન પાડવો) –સમયે સમયે થયા જ કરે છે. એ એનો સ્વભાવ જ છે. થતી ક્રિયાને હું કરું એ અજ્ઞાન. થતી ક્રિયાને હું રોકું એ પણ અજ્ઞાન. કેમકે સ્વયં થયા કરે છે એને કરવું શું? અને સ્વયં જ્ઞાયક ય થાય છે એને રોકવું શું? (શ્રોતાબરાબર. અચ્છા !) સ્વયં જ્ઞય થઈ જાય છે અને કેવી રીતે રોકી શકાય ? અને સ્વયં ઉપજે છે એને કેવી રીતે ઉપજાવી શકાય? બસ. ઉપજે એને ઉપજાવી શકાય નહીં અને વ્યય થાય એને રોકી શકાય નહીં. રોકી શકાય? એ તો વ્યય થઈ જ જાય. રોકવાનો વિચાર કરો ત્યાં તો અસંખ્ય સમય વયા જાય. ત્યાં તો અસંખ્ય વયા જાય. અસંખ્ય પર્યાય આમ થઈ જાય; કોને રોકે? થતી ક્રિયાને હું રોકું એ પણ અજ્ઞાન, પર્યાયમાં કર્તા ભોક્તા ધર્મ સ્વભાવથી જ છે. એ (common) કોમન. સામાન્ય સ્વભાવ બસ. આ પર્યાયનો મૂળ સ્વભાવ કહ્યો. પછી એમાં minus ને plus (માઈનસ ને પ્લસ) થાય છે. ઈ એની ઉપાધિ થઈ ગઈ. આ તો પર્યાયના સ્વભાવની ચર્ચા ચાલે છે. પછી સ્વાશ્રિત તે શુદ્ધતા અને પરાશ્રિત તે અશુદ્ધતા એ વિષય જુદો છે. ‘ઉત્પાદવ્યયધ્રુવયુક્ત સત્ઈ –એનો સ્વભાવ છે, બસ. પર્યાયનો કર્તાભોક્તા ઘર્મ સ્વભાવથી જ છે. પર્યાય કરે છે ને ભોગવે છે એ એનો સ્વભાવ જ છે. કયા નયે પર્યાયને કરે છે ને ભોગવે છે એમ નહીં. બસ સ્વભાવથી જ એમાં કર્તાભોક્તાપણું છે. જેમ સ્વભાવથી જ દ્રવ્ય અકર્તા છે, એમ સ્વભાવથી જ પર્યાયમાં કર્તા-ભોકતાપણું અનાદિ અનંત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy