________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૯ સ્વભાવની વાત છે છતાં વસ્તુના બે સિદ્ધાંત, વસ્તુના બે ભાગ, એક દ્રવ્યસ્વભાવ ને પર્યાય સ્વભાવ.
દ્રવ્ય સ્વભાવ ત્રણે કાળ નિષ્ક્રિય છે અને પર્યાય સ્વભાવ ત્રણે કાળ સક્રિય છે. નિષ્કિત્રય સક્રિય ન થાય અને સક્રિય નિષ્ક્રિય ન થાય. પોતાના ભાવને છોડે નહીં. આ તો સર્વજ્ઞ ભગવાનની વાણીમાંથી આવેલી વાત છે. એ ફરે ક્યાંથી? આ જિનાગમ તો અજ્ઞાન ટળવાનું નિમિત્ત છે.
અજ્ઞાન દશામાં રાગને કરે છે ને દુ:ખને ભોગવે છે અને સાઘક દશામાં વીતરાગતા+રાગને કરે છે ને આનંદ+દુઃખને ભોગવે છે. બે વાત લીધી. સાધકદશા ત્યારે જ સિદ્ધ થાય છે. હા, (વીતરાગતા અને રાગ.) જુઓ ! આમાં એક ખૂબી છે, અજ્ઞાન દશામાં રાગને કરે છે ને દુ:ખને ભોગવે છે. આમાં “આત્મા’ શબ્દ ક્યાંય મૂક્યો નથી. (ક્યાંય આત્મા છે જ નહીં) ક્યાં છે? પણ પર્યાય કરે છે ને ભોગવે છે ને ? ( શ્રોતાપર્યાયની જ વાત છે ને? પર્યાય સ્વભાવની જ વાત ચાલે છે.) એમાં અકર્તા સુરક્ષિત રહી ગયો છે. જરાક મધ્યસ્થતાથી વિચારે ને? પોતાની દૃષ્ટિથી વાંચે તો નહીં સમજાય. (તો તો આમાં સાથે આત્મા જ વાંચી લ્ય. આત્મા જ વાંચી લ્ય. આત્મા જ કરે છે ને ભોગવે છે આહાહા! આ તો મિથ્યાત્વ કેમ જાય અને સમ્યકત્વ કેમ થાય એનો આ પાઠ છે! (બરાબર... બરાબર..... સાચી વાત છે.)
હવે સાધક દશામાં આવી ગયો. આત્મા વીતરાગતાને કરે, ને આનંદદુ:ખને ભોગવે એમ નહીં. (નહીં, એમ નહીં. અજ્ઞાન આત્મા, સાધક આત્મા, સાધ્ય આત્મા.) આત્મા’ શબ્દ વાપર્યો જ નથી. આ પર્યાયના ધર્મનું જ્ઞાન કરાવે છે. તેનો વિષય ચાલે છે. પર્યાયનો ધર્મ શું? સ્વભાવ શું? એની વાત ચાલે છે.
સાધકદશામાં વીતરાગતા+રાગને કરે છે ને આનંદ અને દુઃખને ભોગવે છે. કેમકે વીતરાગતાનું ફળ આનંદ છે. રાગ બાકી રહ્યો છે એટલું દુ:ખ એ બન્ને વાત લીધી. સાધ્યદશામાં પૂર્ણ વીતરાગતાને કરે છે અને પૂર્ણ આનંદને ભોગવે છે. આમ પર્યાય પોતાના કર્તા, ભોક્તા ધર્મને કદી પણ છોડતી નથી. કેટલું સ્પષ્ટ કર્યું છે? પાછું આમાં ક્યાંય આત્માની વાત નથી. (નહીં, આત્માની વાત નથી પર્યાય સ્વભાવની વાત છે.) મીઠાભાઈ ! બહુ ખુશ થયા, આ ત્રણ પ્રકાર (પર્યાયના) ગજબનાં છે.
પર્યાયની કેટલી જુદાઈ છે! આહા! પર્યાય મિથ્યાત્વને કરે તોય આત્મા અકર્તા રહે. પર્યાય સમ્યગ્દર્શનને કરે તોય આત્મા અકર્તા રહે આહાહા ! પછી પરિણમે છે તો કર્તા એવા બધા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com