________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૧ પામતી નથી. (શ્રોતા-પૂ. ગુરુદેવે પણ કળશ ૮ ની ટીકામાં તે જ કહ્યું છે. દ્રવ્ય અને પર્યાય બન્નેથી નહીં આલિંગિત એમાં એજ અર્થ કર્યો છે.)
સ્વભાવની સમીપે જાય છે તો વિકલ્પ ઊતા જ નથી. કેમકે સ્વભાવ નિર્વિકલ્પ છે. અને અનુભવ પણ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પના આશ્રયે નિર્વિકલ્પ થઈ જાય છે, બસ. નિશ્ચયનય માત્ર તારા સ્વભાવ તરફ ઈશારો કરે છે. કે આવું તારું સ્વરૂપ છે. પછી એ નયને તું છોડી દે અને સ્વભાવમાં ચાલ્યો જા. આહા! આ એક જ FACT છે. - હકીકત છે બસ.
આ આવ્યું” તું ને! વ્યવહારનયાલંબી તો મિથ્યાદષ્ટિ છે; તો નિશ્ચયનયાલંબી કેવી રીતે મિથ્યાષ્ટિ છે? એ તો મહાનગુરુ જ તેનો ઉપદેશ આપવા યોગ્ય છે. નિશ્ચયનયથી પણ બહુ સૂક્ષ્મ અને ભિન્ન છે. એ તો મહાનગુરુના ઉપદેશથી તને ખ્યાલમાં આવશે. એવું ખોલ્યું છે હોં! આહાહા! નિશ્ચયનયથી પણ સૂક્ષ્મ કાંઈક અન્ય છે. નય છે ને! નયજ્ઞાન પરચીજ છે. (અનાદિથી તેનો પરિચય છે.) ગુરુદેવના વ્યાખ્યાનમાં આવે છે ને? કે નવમી ગ્રેવકસુધી અનંતવાર ગયો જીવ. એકવાર-બેવાર નહીં, અને એ પણ દિગમ્બરનો સાધુ જ, બાહ્યમાં નગ્નપણું, ૨૮ મૂળગુણ, છકાયની રક્ષા, આહાહા ! એટલે નયનો અનુભવ, નયના અનુભવના સંસ્કાર એટલે કે ઈન્દ્રિયજ્ઞાનના સંસ્કાર અનાદિથી. છે. સ્વભાવ તો જોયો નથી ને? એટલે આનાથી કાંઈક આગળ છે એમ એને ખ્યાલ આવતો નથી. અને એની વાણીમાંય...
કદાચ ભાગ્યયોગે કોઈ ગુરુ મળે કે નયથી અનુભવ નહીં થાય, જ્ઞાનથી તો એને લક્ષમાં આવતું નથી. લક્ષમાં એ આવતું નથી. નયજ્ઞાનને જ જ્ઞાન માને છે, એમ નયજ્ઞાનથી વળી જુદું જ્ઞાન કર્યું હોય? એમ. આ પુસ્તક બહું સારું છે.
દૂધ કઢાયેલું હશે અને મેળવણ પડશે તો ઈ જામી જાશે. અને માખણ થઈ ઘી થઈ જશે. ઘી એટલે મોક્ષ. પછી ઈનયને તું છોડી દે, અને સ્વભાવમાં ચાલ્યો જા. સ્વભાવ સીધો સરળ છે. નયમાં આંટીઘૂંટી બહુ છે. નયને ઇન્દ્રજાળ કહીને બેન! ઇન્દ્રજાળ ને આકુળતાને ઉત્પન્ન કરનારા વિકલ્પો છે સમ્યગ્દર્શનના કાળ પહેલાં પણ ૧૪૪ માં લખ્યું. શ્રુતજ્ઞાનમાં જે વિકલ્પો ઉત્પન્ન થાય છે-નયના, આહા એ આકુળતાને ઉત્પન્ન કરનારા છે.
પછી એ નયને તું છોડી દે અને સ્વભાવમાં ચાલ્યો જા.
દષ્ટાંત - બીજનો ચાંદ ઊગે છે એ કોઈને દેખાય છે અને કોઈને દેખાતો નથી. હવે જે ચાંદ દેખવાવાળો છે એ બીજાને ચાંદ દેખાડવા ઝાડના માધ્યમ દ્વારા પ્રયત્ન કરે છે. આ જે ઝાડ છે ને, એને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com