________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૦ તન્મય થયેલો જ્ઞાયકભાવ એ પણ ખરેખર પર્યાયમાં આવે નહીં, તો રાગાદિ ને પર પદાર્થ તો આવે ક્યાંથી જ્ઞાનની પર્યાયમાં? એમ મારું કહેવું છે. (બરાબર છે.) તેથી એને જણાતું જ નથી. જેનું લક્ષ છે. જેમાં અહમ છે. ઈ.... દ્રવ્ય-પણ પર્યાયમાં આવતું નથી.
જ્ઞાન આવે છે. પણ ઈ પર્યાયમાં આવતું નથી. એનું જ્ઞાન આવે છે. રાગાદિ ને દેહાદિ જ ઉપયોગમાં આવતા જ નથી તો પછી એને જાણે કેવી રીતે? એને જાણે તો દ્રવ્યઈન્દ્રિયનું અવલંબન આવી જાય. દ્રવ્યઈન્દ્રિયના અવલંબન વિના એ રાગને, શરીરને, છ દ્રવ્યને જાણી શકે નહીં.
(શ્રોતા–બરાબર. એટલે અતીન્દ્રિયજ્ઞાન પરને જાણતું જ નથી.) ઈ. વાત સાચી છે એમ મારો કહેવાનો મતલબ ઈ. છે. (શ્રોતા-જો એકજ જ્ઞાન પરને જાણતું હોય તો પછી આ બીજા ભાગલા શું કામ પાડ્યા? (શ્રોતા-કે: ઈન્દ્રિયજ્ઞાન શરીરને જાણે છે અને સ્વસંવેદનજ્ઞાન આત્માને જાણે છે.) અને એને જીતવાનું શું કામ કહે? જો એનાથી પણ અપર પ્રકાશક હોય, સ્વ જણાતું હોય તો એને જીતવાનું ન હોય! અને અત્યંત ભિન્ન ન હોય. એટલે જે પરલક્ષી છે, એ જ્ઞાન, જ્ઞાન જ નથી. વાત સાચી છે.
એટલે પહેલાં નયાતીતમાં સમ્યગ્દર્શન થાય અને પછી નયાતીતમાં જેમ-જેમ અવાર નવાર પ્રેકટીસ થતી જાય છે તેમ તેમ કોઈ વખતે એને શ્રેણી આવીને, તેરમું ગુણસ્થાન આવી જાય છે. કેવળજ્ઞાન થાય છે, આઠમા ગુણસ્થાનમાં આવે છે પછી સાતમું નથી આવતું બસ. આઠ-નવ-દશ-બાર થઈ જાય છે. (શ્રોતા-નયાતીતમાં શ્રેણી આવે છે.નયાતીતમાં જ શ્રેણી આવે છે.
નયથી જયાં સમ્યગ્દર્શન ન થાય ત્યાં નયથી ચારિત્ર તો કેમ આવે? કેમ આવે ? યથાખ્યાત ચારિત્ર ક્યાંથી થાય? તેથી જ્ઞાનીઓ પણ ઠરી જાય છે. કોઈકને જ સમજાવવાનો કે લખવાનો વિકલ્પ ઉઠે છે. ઘણાય જ્ઞાનીઓમાં થોડાક જ્ઞાનીઓને! કોઈને લખવાનો ને કોઈને સમજાવવાનો. સમર્થ આચાર્યને પણ સમજાવવા માટે નયનો પ્રયોગ કરવો પડે છે. જે એમને પણ ખટકે છે. ખટકે જ ને? પાગલપણું કહ્યું ને? ઉન્મત્તદશા.
કેમકે નયથી સ્વભાવ પ્રસિદ્ધ જ થતો નથી. પરંતુ જ્ઞાનથી સ્વભાવ પ્રસિદ્ધ થાય છે. ખરેખર બીજાને સમજાવવા માટે નયનો પ્રયોગ કરવો પડે છે. તેથી જ શ્રી પૂજ્યપાદ સ્વામીએ કહ્યું કે, “બીજાને સમજાવવું એ પાગલપણું છે.” સમજાવવું અને સાંભળવું બને પાગલપણું છે.
નયના પ્રયોગમાં વિકલ્પ જ ઉત્પન્ન થાય છે. સ્વભાવની સમીપે જાય છે, તો વિકલ્પ ઊઠતા જ નથી. સ્વભાવમાં ધ્યાનમાં પડી ગયો અંદરમાં, પછી નયના વિકલ્પ, નયોની લક્ષ્મી દય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com