________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૫૫
સ્વરૂપ વસ્તુ છે, ઉત્પાદવ્યયધ્રુવયુક્ત સત્ છે એવો એક વિકલ્પ. એ વિકલ્પ ચાલ્યો જાય છે. અને જ્ઞાન સ્વરૂપને જાણે છે એવું જે પ્રમાણજ્ઞાનની પર્યાયનું પ્રમાણ અને દ્રવ્યનું પ્રમાણ એ બન્ને આપણે લઈએ છીએ તે. ઈ... બેય વિકલ્પ ચાલ્યા જાય છે.
‘અકર્તા છું ને હું જ્ઞાયક છું. પ૨ જણાતું નથી જાણનાર જણાય છે, ‘બેય પ્રમાણના બેય વિકલ્પ જાય છે. (અરે! નયનો વિકલ્પ પણ જાય છે તો પ્રમાણનો વિકલ્પ જાય જ ને પહેલાં? એ તો નિર્ણયમાં જ વયો જાય છે.) આ નિર્ણયની જ વાત કરું છું. નિર્ણયમાં પહેલ વહેલો આ જે પ્રમાણનો વિકલ્પ છૂટે એની પહેલાં સ્વભાવનો પક્ષ આવે છે. કે: ઉત્પાદ વ્યયથી રહિત જ છું. અને ‘ જાણનાર જણાય છે ને ૫૨ જણાતું નથી, એવા જે વિકલ્પ, નિષેધ પૂર્વકના વિધિના વિકલ્પ આવે છે તે અનુભવના કાળે બે પ્રકારના વિકલ્પ છૂટે છે.
પ્રમાણના બે પ્રકારના વિકલ્પ છે. (શ્રોતા-અનેક પ્રકારના પ્રમાણના વિકલ્પ છૂટે છે.) ઓમાં પહેલાં વ્યવહારનયનો વિકલ્પ છૂટે છે, પછી નિશ્ચયનયનો વિકલ્પ છૂટે છે. એમાં પણ બે પ્રકારના નયની અપેક્ષાએ, આ પ્રમાણની અપેક્ષાએ. પણ બન્ને વિકલ્પ હતા. બેય છૂટી જાય છે. અનુભવ-કાળમાં વિકલ્પ ક્યાં છે? ‘દ્રવ્યપર્યાયને નહીં આલિંગિત ', ઈ.... આ, પ્રમાણના વિકલ્પ છૂટે એમાં બેય લીધું છે ને ? દ્રવ્ય પર્યાય બેય લીધું છે. પછી અનુભવમાં તો અભેદ એકાકાર. ધૂલિમલ હો જાતા હૈ. દ્રવ્ય પર્યાય એક અભેદ જાનનહાર.
જાણનારો જણાય છે જાણનારો જણાય છે અને જયારે મને જાણનારો જણાય છે એમ આવે છે ત્યારે ‘નિશ્ચયનય’ થી જાણનારો જણાય છે એવો વિચાર પણ આવતો નથી. આ સમજે તો બધું આમાં છે (શ્રોતા-આમાં ચોખ્ખું ચોખ્ખું પોતાનો અનુભવ કહી દીધો છે એકદમ ) બધું કહી દીધું છે.
સ્વભાવથી જ જાણનારો જાણવામાં આવી રહ્યો છે. અહાહા! તો સ્વભાવજ લક્ષમાં આવે છે. અને જયારે સ્વભાવ લક્ષમાં આવે છે ત્યારે નયના વિકલ્પ છૂટી જાય છે. અને સ્વભાવ સ્વભાવપણે અભેદ અનુભવમાં આવે છે. એક અભેદ જાનનહાર ઈ... આ...
આ (વ્યસ્વભાવ-પર્યાયસ્વભાવ) જેમ નાનું શાસ્ત્ર હોયને એમ છે હોં! આખા બાર અંગ ભણ્યા પછી આ તો સાર છે. (શ્રોતા-આ અનુભવનો સાર છે.) અનુભવનો બસ. આનું અધ્યયન કરે ને તો વિકલ્પની એકતા છૂટી જાય, નયનો મહિમા ન રહે, ઇન્દ્રિયજ્ઞાનનો મહિમા ન રહે, સ્વભાવનો મહિમા આવે. મારામાં કોઈ નય છે જ નહીં ને? એમ ! નયજ્ઞાન કર્તાનું કર્મ પણ નથી અને સ્વજ્ઞેય પણ નથી. શુદ્ધજ્ઞાન નથી અને શુદ્ધજ્ઞેય પણ નથી. બેય નથી કેમ કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com