________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૫૪ થઈ જાય છે. આવી પ્રક્રિયા ભજે છે એને કાંઈ ખબર ન હોય કે આમાં મિથ્યાત્વ ગળે છે ને આમાં આમ થશે, કે તેમ થશે એમ નહીં, પરંતુ આવી એક પ્રક્રિયા છે, કેમ કે મિથ્યાત્વમાં પણ એજ (સિદ્ધાંત) છે. જ્યાં પક્ષ છે ત્યાં જ ઉપયોગ જાય છે. કેમ કે અપર પ્રકાશકનો પક્ષ છે ને?
(શ્રોતા –ઉપયોગ ત્યાં જ જાય છે) ઉપયોગ ત્યાં જ જાય છે અને તેને જ તે આગળ કર્યા કરે છે એના વિકલ્પમાં સ્વપરપ્રકાશક આવે. અને જેને સ્વભાવનો પક્ષ આવે તેને વિકલ્પમાં પણ સ્વભાવ આવે, “ જાણનાર જણાય છે. પર જણાતું નથી.' એનું નામ તમારે સમજી લેવું કે આ સ્વભાવના પક્ષમાં આવી ગયો. પક્ષમાં આવ્યો છું ને ઉપયોગ અંદરમાં વળ્યો શું? આ એક અફર પ્રક્રિયા છે. પછ નયોની લક્ષ્મી ઉદય પામતી નથી.
બાપુજી મને કહેઃ તું ઈન્દ્રિયજ્ઞાનનો બહુ નિષેધ કરાવે છે! એમ કહે બાપુજી કહે હાં ! હું ઈન્દ્રિયજ્ઞાનનો બહુ નિષેધ કરાવું. મારી જાતિ પ્રકૃતિ પ્રમાણે છે.. પણ અંદર એક નિર્ણય કરવા માટે, જાવા માટે એ માર્ગ આવે છે. બાપુજી! તમારી વાત બરાબર છે. સાચી છે. અહાહા ! પણ રોકાણા હોય ને તો ઇન્દ્રિયજ્ઞાનમ એટલે એને ઢીલું ન કરાય. સર્વથા ભિન્ન! ઈન્દ્રિયજ્ઞાનને સર્વથા ભિન્ન પાડવું જોઈએ. એને કથંચિત્ ભિન્ન અભિન્નલાગુ ન પડે. બાપુજી! અમારા ઘરમાં સમ્યગ્દષ્ટિ હતાને, જ્યારે મારે (ધંધાકીય રીતે) મુંબઈ જવું પડ્યું ત્યારે ગુરુદેવ કહે, અરે! બાપ દીકરાની જોડી ભાંગી ગઈ કે એને મુંબઈ જવું પડયું. એમ કહે હા! સમાજને ચાબખા મારે, મીઠો ઠપકો આપે. અંદરથી એને હતું ને એને? અને હોય જ ને! ભલે વ્યકત પછી આવ્યું પણ અવ્યકત આવે ને!
સ્વરૂપ છે એવો પક્ષ આવે તો જ લક્ષ થાય. ખોટો પક્ષ છે ને અનાદિનો? પરને કરું છું ને પરને જાણું છું ઈ પક્ષ જ ખોટો છે. એમાં તો મિથ્યાત્વ ઉત્પન્ન થશે. અજ્ઞાન ઉત્પન્ન થશે, બસ. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી.
પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે. પ્રમાણનો વિકલ્પ, વસ્તુ દ્રવ્ય-સ્વભાવ સ્વરૂપ છે. એવો વિકલ્પ અને સ્વપર પ્રકાશક જ્ઞાન છે એવો વિકલ્પ છે એ બેય પ્રમાણના વિકલ્પ છે. એક દ્રવ્યનું પ્રમાણ અને એક પર્યાયનું પ્રમાણ. એ દ્રવ્યને એમ જ જુએ છે. દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ છે. આ પ્રમાણના પક્ષવાળાની વાત કરું છું અને જ્ઞાનની પર્યાયમાં આવે એમાં ય પણ સ્વપર પ્રકાશક લે એટલે ઈ. ઊંધો પક્ષ છે. ઈ. પક્ષ ખોટો છે. કેમ કે વ્યવહારનો પક્ષ છે ને? આત્માનું લક્ષ એને ન થાય. આ મોટું નુકશાન છે.
પ્રમાણમાં આ બે વાત છે હોં! આમાં પ્રમાણ અસ્ત થાય છે. એટલે કે દ્રવ્ય પર્યાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com