________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-પ૩ પરમ સત્ય વાત છે. જ્યારે આત્માને સ્વભાવથી જુએ છે ત્યારે નયના વિકલ્પ છૂટી જાય છે. કળશ-૯ માં આવે છે કે
उदयति न नयश्रीरस्तमेति प्रमाण क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्। किमपरभिदध्मो धाम्नि सर्वङ्कस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेव।।९।। શ્વેત જ દેખાતું નથી. (બહુ સરસ )
શ્લોકાર્ધ - આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરીને કહે છે કે આ સર્વ ભેદોને ગૌણ કરનાર શુદ્ધનયનો અનુભવ કરીને કહે છે એટલે શુદ્ધાત્માનો અનુભવ કરીને કહે છે. એમ. સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત. સ્મિન સર્વષે ઘાનિ અનુમવન ઉપયોતે હવે અર્થ આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય ચમત્કારમાત્ર તેજ: પુંજ આત્મા, તેનો અનુભવ થતાં અનુભવમ્ ૩પયાને નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. ગજબ છે અમૃતચંદ્રાચાર્ય! ગજબ છે. જેવું સ્વરૂપ છે. અનુભવમાં આવે છે, અનુભવ પહેલાં શું? અને અનુભવ થાય ત્યારે શું? ઈ... આખું સ્વરૂપ રજૂ કરે છે. એટલે શક્તિ ઘણી.
(શ્રોતા-શક્તિ ઘણી) અનુભવતી તો ઘણા હોય છે પણ આ પ્રકારે રજૂ કરેકહેવાની શક્તિ હોં! (શ્રોતા-સહી બાત હૈ. એવા મહાપુરુષોથી જ પરંપરા ચાલી.) આ પરંપરા ચાલી, બસ. (શ્રોતા-કહી જ ન શકે તો પછી બીજો શું સમજી શકે ?) ના, તો પરંપરા બંધ થઈ જાય. એમ તો બને જ નહીં. પંચમકાળના છેડા સુધી છઠ્ઠી સાતમા ગુણસ્થાનવાળા જીવો પાકવાના છે. ભાવલિંગી હોં! તો પછી સમ્યગ્દષ્ટિ તો પાકે જ ને! અને દેખાય છે, દેખાય છે, સમ્યગ્દષ્ટિ પણ પાતા જાય છે. છેલ્લા બે હજાર વર્ષમાં દેખાય છે.
જોયું શુદ્ધનયના વિષયભૂત, એ આવ્યું ને? શુદ્ધનયનો અનુભવ કરીને કહે છે, એનો જ અર્થ કર્યો. શુદ્ધનયનો વિષયભૂત, ચૈતન્ય-ચમત્કાર માત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, (શ્રોતા-નયોની લક્ષ્મી કીધી ) લક્ષ્મી કીધી હોં! (શ્રોતા-લક્ષ્મી કયો કહા?) કેમ કે એના દ્વારા નિર્ણય થાય પછી પક્ષીતિક્રાંત થાય છે. (શ્રોતા-અનુભવના કાળે નય ન હોય.) પક્ષ આવે છે ને પછી લક્ષ થાય છે. (બરાબર) હંમેશાં પ્રથમ સ્વભાવનો પક્ષ આવે છે.
અનુભવ પહેલાં કાળલબ્ધિ પાકે છે, છ મહિનાની અંદર અંદર એને અનુભવ થવાનો કાળ પાકી ગયો છે, તે છ મહિનાથી લંબાતો નથી હવે, એટલે એને સ્વભાવનો પક્ષ આવે છે. સ્વભાવનો પક્ષ આવતાં લક્ષ અંદરમાં આવી જાય છે. એનો ઉપયોય અંદર ઢળી જાય છે. એટલે સ્વભાના પક્ષમાં મિથયાત્વ ગળતું જાય છે. અને ગર્ભિત શુદ્ધતા આવતી જાય છે; પછી ગ્રંથિભેદ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com