________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૫૨
પહેલાં વ્યવહારનો પક્ષ છોડાવીને નિશ્ચયના પક્ષમાં લાવવા માટે વાત કરે છે બરાબર છે? તો એ નિશ્ચયનય ને વળગી પડયો. માટે એને હવે કહે છે-કે જ્ઞાન
નિશ્ચયનયે આત્માને જાણતું નથી. અરે ! આ શું કહો છો ? શું નિશ્ચયનયે નથી જાણતું ? તો શું વ્યવહા૨નયે જાણે છે? અરે ! તું સાંભળ હું ત્રીજી વાત કરું છું. કેવી આ ગોઠવણ થઈ ગઈ છે? બહુ સરસ રચના થઈ ગઈ છે. માખણ છે.
જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણે છે. એને નય લાગુ પડતી નથી. એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ બન્નેનાં સ્વભાવને લક્ષમાં લે તો એક અનુભવ થાય. નયાતીત થવાની વિધિ છે. આપણું આ જે સ્ટીકરનું લખાણ છે ને! એમાં કોઈ નય લગાવી નથી. સ્વભાવથી જ વાત છે. જાણનારો છું, કરનાર નથી. ક્યાંય નય નથી. પછી જાણનારો જણાય છે. ખરેખર પ૨ જણાતું નથી. ક્યાંય નય નથી લગાવી. પહેલો દ્રવ્યનો સ્વભાવ. બીજું વાક્ય-પર્યાયનો સ્વભાવ. પહેલામાં કર્તાબુદ્ધિ જાય. અને બીજામાં જ્ઞાતાબુદ્ધિ જાય આહા ! સ્ટીકરમાં બધું આવી જાય છે.
જાણનારો જણાય છે. જણાય છે અર્થાત્ જણાયા કરે છે. જણાય છે અર્થાત્ જણાયા જ કરે છે. આબાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા જણાયા જ કરે છે. કઈ નયથી જણાયા કરે છે? અરે! એ તો સ્વભાવથી જ જણાયા કરે છે. જણાયા કરે છે એટલે જ્ઞાયકનો, જ્ઞેયનો સ્વભાવ જ છે. કે જ્ઞાનમાં જણાયા જ કરે એમ. અને જ્ઞાનનો સ્વભાવ જાણ્યા કરે એમ.
નયો તો સમજાવવા માટે છે. એટલે પછી અનુભવના કાળે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. આમાં આવશે વે. એટલા માટે જ, જો નયથી આત્મજ્ઞાન થતું હોય તો નયો અસ્ત થાય છે એમ ન લખે. નયથી આત્મજ્ઞાન થાય જ નહીં. (થાય જ નહીં) આ પશ્ન બહુ ગંભીર થઈ ને પૂછ્યો તો! પૂછયો હતોને ?
એમ આવે છે કે-જ્યારે સ્વભાવની સન્મુખ થઈ અનુભવ કરે છે ત્યારે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. પ્રમાણ અસ્તને પામે છે. નયોની લક્ષ્મી અર્થાત્ સ્વભાવને જાણનારી સવિકલ્પાત્મક જ્ઞાનની પર્યાય ઉદય પામતી નથી. નય અસ્ત થાય છે ત્યારે સ્વાભાવિક જ્ઞાનનો ઉદય થાય છે. જ્યારે આત્માને સ્વભાવથી જુએ છે ત્યારે નયોના વિકલ્પ છૂટી જાય છે. કેમ કે ઓનો (નયોના વિકલ્પનો ) વ્યય થાય ત્યારે જ આનો ( ઉત્પાદ થાય ને? ઈન્દ્રિયજ્ઞાન માનસિકજ્ઞાનનો વ્યય થઈ જાય છે. એવું સ્વભાવનું જોર આવે છે કે એ વિકલ્પ ઉત્પન્ન જ થતો નથી. નયનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે. (બરાબર. )
જ્યારે આત્માને સ્વભાવથી જુએ છે ત્યારે નયોના વિકલ્પ છૂટી જાય છે. (શ્રોતા
આહાહા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com