________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૮ (શ્રોતા- જો નિશ્ચયનયે શીતળ છે એમ તમે લેશો તો વ્યવહારનયે ઉષ્ણ છે એમ આવી જશે. અને એમ તો છે નહીં) એમ છે નહીં. (શ્રોતા- નિશ્ચયનયથી શીતળ નથી અને વ્યવહારનયથી ઉષ્ણ નથી. સ્વભાવથી શીતળ છે.)
આ અચાનક દ્રવ્ય સ્વભાવ-પર્યાય સ્વભાવની ચર્ચા ઊપડી; અકસ્માત. અગાઉ ચર્ચા નહોતી થઈ અને એકાએક દ્રવ્ય સ્વભાવ-પર્યાય સ્વભાવ બસ. (શ્રોતા- જેમ અનુભવ એકાએક અકસ્માત થતો હોય ને એમ આ ચર્ચા થઈ.) જે વિષયમાં એને અનુભવ થયો હોય, પછી એને કોની સાક્ષીની જરૂર પડે. આહાહા !
જેવી રીતે અમે આ વાત અનુભવથી કરીએ છીએ તમને શાસ્ત્રમાંથી-આગમમાંથી મલી જશે. કદાચ ન મળે તોય પ્રમાણ કરજો. ( પ્રમાણ કરજો) એટલે ક્યાંય શાસ્ત્રમાં કદાચ આ ઉપશમ શ્રેણી જીવોને આવે છે કે નથી આવતી એવી વાત નીકળશે, આગમમાંથી કદાચ ન નીકળે કે ઉપશમ શ્રેણી જીવને આવે છે, તો તું પ્રમાણ કરજે. તેમ આહાહા ! કોઈ કોઈ સાધકને નિર્વિકલ્પ ધ્યાનમાં કેવળજ્ઞાનના દર્શન થાય છે. શાસ્ત્રમાંથી આ વાત નીકળે કે ન નીકળે તો પણ પ્રમાણ કરજે. (પ્રમાણ કરજે.) પછી તો શાસ્ત્રમાંથી નીકળી. ત્રણચાર જગ્યાએ આવી વાત છે. (શાસ્ત્રમાંથી બધું નીકળે છે. બધું એટલે આપને જે કંઈ આવે છે તે બધું શાસ્ત્રમાં ઓટોમેટિક મળી જ જાય છે.) મલી જ જાય છે. (શ્રોતા- આપને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય આવ્યો; આપશ્રીને દ્રવ્યનો નિશ્ચય અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય આવ્યા, તો પછી સેટીકાની ગાથામાંથી આ વાત નીકળીને ! શ્રોતા આહાહા ! આ વાત બહુ સરસ છે.)
નિશ્ચયનય તો માત્ર સ્વભાવનો ઈશારો કરે છે. નિશ્ચયનયને વળગશો તો સ્વભાવ દષ્ટિમાં નહીં આવે. (શ્રોતા- કેવી વાત છે હું એકદમ ઊંચી.) નિશ્ચયનયતો માત્ર સ્વભાવનો જ ઈશારો કરે છે. પણ નિશ્ચયનયની પહોંચ સ્વભાવ સુધી નથી, કેમ કે વસ્તુ નયાતીત છે. અહીં! ટંકોત્કીર્ણ વાક્ય આવ્યું. જ્યાં જે શબ્દ જોઈએ તે જ આવે છે.
વસ્તુ નયાતીત છે. અકારક, અવેદક વસ્તુનો સ્વભાવ છે. સ્વભાવ, નયથી સિદ્ધ ન થાય, સ્વભાવ સ્વભાવથી જ સિદ્ધ થાય. આહાહા! અકારક ને અવેદક વસ્તુનો સ્વભાવ છે; સ્વભાવ, નયથી સિદ્ધ ન થાય, સ્વભાવ સ્વભાવથી જ સિદ્ધ થાય. આત્મા પર્યાયમાત્રથી ભિન્ન છે, માટે અનાદિ અનંત કર્તાપણું લાગુ પડતું જ નથી.
આત્મા બંધનો કર્તા નથી, અને મોક્ષનો પણ કર્તા નથી. કઈ નયથી? અરે! સ્વભાવથી જ એ તો અકર્તા છે. એને કોઈ નય લાગુ પડતી નથી. આ દ્રવ્ય સ્વભાવની વાત થઈ. (શ્રોતા-આવું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com