________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૫ પોતાના સ્વભાવથી જ અનાદિ અનંત જેવો છે તેવો છે. અને જ્ઞાનની પર્યાયનો સ્વભાવ અનાદિ અનંત જેવો છે તેવો છે. (વાહ) વાત એમ જ છે કે આત્મા જ્ઞાયક છે અને એની પર્યાયમાં જ્ઞાન થાય છે- ઉપયોગ બસ. જેવો સ્વભાવ છે તેવો છે બસ.
શાસ્ત્રમાં અનેક પ્રકારનાં કથનો આવશે. જેમકે આત્મા અશુદ્ધ નિશ્ચયનયે રાગનો કર્તા છે અને નિશ્ચયનયે વીતરાગભાવનો કર્તા છે. ભાઈ! આ બધા વ્યવહારનયનાં કથનો છે. એને ઓળંગી જા. આત્મા રાગને કરતો નથી અને વીતરાગભાવને પણ કરતો નથી. આત્મા તો સ્વભાવથી જ અનાદિ અનંત અકારક અને અવેદક છે. આ મૂળ સ્વભાવ છે એનો. (બહુ સરસ.) આત્મા પણ સ્વભાવથી જ અનાદિ અનંત અકારક અવેદક છે.
આત્મા અકારક અવેદક છે તો એ કઈ નયથી છે? નય લગાવીને સમજાવોને? (શ્રોતા-ગુરુદેવ ભી લગાતે થે અપેક્ષા.) હ. ગુરુદેવ લગાતે થે. (શ્રોતા- ગુરુદેવ કહતે થે દેખો યે શુદ્ધનયકા વિષય હૈ) નિશ્ચયથી અકારક છે.
આમાં બેય વાત આવી જશે. દ્રવ્યસ્વભાવ અકારક અને અવેદક છે, અને પર્યાય સ્વભાવમાં કર્તા-ભોક્તાપણું સ્વભાવથી જ છે. બેય વાત લીધી છે. એક વાત ક્યાં લીધી છે? (હા- એક જ વાત લીધી હોય તો તો....... (કર્તા-ભોક્તામાં પર્યાય સ્વભાવ આવી ગયો.) એક જ વાત નથી. આ બેયનો સ્વભાવ છે. બેયનો સ્વભાવ જેવો છે તેવો છે. (શ્રોતા- એટલે કોઈ કાંઈ કહી શકે નહીં!) બે સ્વભાવની વાત છે ને? એકલા દ્રવ્ય સ્વભાવની જ વાત કરતા હોઈએ તો તો એકાંત થાય! પણ પર્યાય સ્વભાવની વાત (સાથે) કરી છે ને! ! ઉપર મથાળામાંથી જ છે. (શ્રોતા- શરૂઆત જ એવી કરી છે કે દ્રવ્ય સ્વભાવ અને પર્યાયસ્વભાવ.) સ્વભાવથી જ જેવા છે તેવા અનાદિ અનંત છે. પછી દ્રવ્યસ્વભાવ કેવો છે? એની વાત હવે શરૂ કરી.
કહે- સ્વભાવથી જ અકારક ને અવેદક છે. કઈ નથી? પછી શું છે અરે! (શ્રોતા-સ્વભાવને અનુભવવા માટે નયની અપેક્ષા લગાડો નહીં.) આહાહા – બંધ કરી ધો. (શ્રોતા- લગાડો તો નહીં પણ લગાડતા હો તો બંધ કરી દો.) વ્યવહારનયે આત્મા પરિણામનો કર્તા છે અને નિશ્ચયનયે આત્મા પરિણામનો અકર્તા છે. અરે! આત્મા નિશ્ચયનયે અકર્તા છે કે સ્વભાવથી જ અકર્તા છે?
ન્યાય- જો નિશ્ચયનયે આત્મા અકર્તા છે એમ તમે લક્ષમાં લેશો, તો આત્મા વ્યવહારનયે કર્તા છે, એ શલ્ય આવ્યા વિના રહેશે જ નહીં. તેથી નયથી વિચારો જ નહીં. વસ્તુ નયાતીત છે. દ્રવ્યસ્વભાવ નયથી ખ્યાલમાં નથી આવતો. અનુભવમાં નથી આવતો. કેમ કે કોઈ નયથી અકર્તા છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com