________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૪
કરીએ છીએ. એટલે કોઈ નયનું એકાંતે ખંડન-મંડન કરતો નથી તેનો જ્ઞાતા છે બસ. જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય, એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો, કોઈ કહે નયથી વાત કરો. જ્ઞાની કહે શુદ્ધ છે તે સ્વભાવથી જ શુદ્ધ છે. આમ તો સમયસારમાં ઘણે ઠેકાણે સ્વભાવથી બહુ વાત છે પણ લોકોને જોઈએ છીએ નયથી.
જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય, એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન ૨હેવાનો અભ્યાસ કરવો, કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં. તમારે આગ્રહ કરવો નહીં અને બીજાને દુભાવવો નહીં, મધ્યસ્થ થઈ જવું અને એ આગ્રહ જેને મટયો છે, તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઇચ્છા કરતો નથી. આગમનો મર્મ જ્ઞાનીઓના હૃદયમાં હોય છે. શ્રી પંચાધ્યાયકારે પણ કહ્યું છે કે, નિશ્ચયનયાવલંબી પણ મિથ્યાદષ્ટિ છે, એ વાતનું રહસ્ય મહનીય ગુરુ જ સમજાવી શકે છે, એ વાતની ધન્યપળે થયેલી પૂ. ભાઈશ્રીના શ્રીમુખે થયેલી ચર્ચા દ્વારા પ્રત્યક્ષ અનુભવ થાય છે.
જે અતિ નિકટ ભવ્ય જીવ આ ૫૨મ વીતરાગતામયી ઉત્તમ વચનોને માથે ચઢાવશે અને હૃદયમાં ધા૨શે એ અવશ્યમેવ પક્ષાતિક્રાંત થઈ, સાક્ષાત્ જ્ઞાતા થયો થકો, ૫૨માનંદને અનુભવશે અને અલ્પકાળમાં પૂર્ણાનંદમયી મુક્તિનો મહાપાત્ર થશે.
મેં તો સર્વજ્ઞનું પેટ ખોલ્યું છે. મારું કાંઈ નથી. (ખૂબ સરસ.) (લખાણ ) બહુ વ્યવસ્થિત સારું અને આધાર પણ સારા (વિષયને ) તે લગતા છે. (વિષયને પોષણ આપે, વિષયને સ્પષ્ટ કરે.)
6 દ્રવ્ય સ્વભાવ'
એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ, બન્ને સ્વભાવથી જ જેવા છે તેવા છે.
(પહેલેથી જ સ્વભાવથી વાત ઉપાડી છે.) જેવા છે તેવા છે. અનાદિ અનંત. થોડો પણ ફેર ન પડે. ગમે તેટલી નય લગાવો તો એમાં ફેર ન પડે. નય લગાવો કે ન લગાવો એ તો જેવા છે તેવા છે. સ્વભાવ ફરે ? ધ્રુવનો ( સ્વભાવ ) ધ્રુવ, ઉત્પાદ વ્યય પર્યાયનો સ્વભાવ તો સ્વભાવથી જ ઉત્પાદ-વ્યય છે. ત્રિકાળી દ્રવ્ય નિષ્ક્રિય તો સ્વભાવથી જ નિષ્ક્રિય છે. પર્યાય સક્રિય તો સ્વભાવથી જ સક્રિય અનાદિ અનંત છે. તેના કોઈ વિશેષમાં ન જાઓ. એને એના સ્વભાવથી જુઓ ને!
(પર્યાય સ્વભાવથી જ જાણનારને જાણે છે.) ૪. પર્યાયનો સ્વભાવ જ છે કે શાયને જાણે છે. (ઉત્પાદનો સ્વભાવ જ છે કે ધ્રુવને પ્રસિદ્ધ કરે.) એ એનો સ્વભાવ જ છે બરાબર. એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ બન્ને સ્વભાવથી જ જેવા છે તેવા છે. દ્રવ્ય સ્વભાવ એના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com