________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૨ અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે. ધ્યેયમાં દ્રવ્ય ને, શેયમાં જ્ઞાનની પર્યાય જણાય છે બસ. બધું આવી ગયું કોઈ એમાં બાકી નથી. પોતાના બધા ધર્મો આવી ગયા. જ્ઞાનની પર્યાય જણાઈ જાય છે એમાં. જ્ઞાની એમાં લોકાલોક પણ ગર્ભિત આવી ગયું. ગુરુદેવ કહેતા 'તાને કે જ્ઞાનની પર્યાય જણાય છે. જ્ઞાનની પર્યાય જણાય છે ઈ. જ્ઞયપ્રધાન કથન છે. અને જાણનાર જણાય છે એ ધ્યેયપ્રધાન કથન છે.
(શ્રોતા:- જ્ઞાનની પર્યાય જણાય છે ઈ..... જ્ઞય પ્રધાન કથન છે. જ્ઞાયક જણાય છે ઈ ધ્યેય પ્રધાન કથન છે. બહોત બઢિયા.) કેમ કે કથનમાં તો એમ જ કહેવું પડે ને? એટલે ધ્યેયપૂર્વક બ્રેય થાય છે. ઈ. આ. (બરાબર) જ્ઞાનની પર્યાય જણાય છે ઈ શેય થઈ ગયું. ઈ... જ્ઞયમાં બધું આવી ગયું. પોતાનાં અનંત ધર્મો આવ્યા, અને લોકાલોક એમાં આવી ગયું. (બધું આવી ગયું.) પછી અધ્યાત્મમાં, અનુભવની એ જ્ઞાનની પર્યાય કેવડી મોટી, એનું પેટ કેવડું મોટું. બધું સમાઈ ગયું. (બધું સમાઈ ગયું ) એક શ્રુતજ્ઞાનની નાની પર્યાય આહા! ય થઈ ગઈ. દ્રવ્ય ધ્યેય થયું અને જ્ઞાનની પર્યાય ય થઈ ગઈ.
આહાહાહા ! પણ આત્મા જ્યારે ધ્યેય થાય છે ત્યારે જ્ઞાનની પર્યાય જ્ઞય થાય છે. એવો નિયમ છે. (ા- એવો નિયમ છે.) જો આમ જ્ઞય તરફથી ઉપડે ને ચોંટી જાય તો મરી જાય. તો-તો જ્ઞાનની પર્યાય શેય ન થઈ, ધ્યેય થઈ ગઈ. (હા-ધ્યય થઈ ગઈ.) ઐસા નહીં હૈ. (શ્રોતા–વો ધ્યેય હો જાયેગી ઔર પર શેય હો જાયેગા.) હું તો પર શેય હો જાયેગા. (એસે તો (પર્યાયકા) લક્ષ હી નહીં છૂટેગા.) લક્ષ ધ્યેય કા હોતા હૈ ઔર જ્ઞાન જ્ઞયકા હોતા હૈ. (બહુ સરસ )
(શ્રોતા-જ્ઞાન જાણે છે ઈ શયનું સ્વરૂપ છે. એટલે તે યપ્રધાન વાત છે.) જ્ઞયપ્રધાન વાત છે. (જાણનાર જણાય છે ઈ ધ્યેયપ્રધાન વાત છે.) ધ્યેયપ્રધાન વાત છે. (શ્રોતા-એક એક વાત આમ સ્પર્શી જાય છે.) સ્પર્શ થઈ જાય. અંદરથી આવે ઈ.... યથાર્થ છે. અંદરથી આવે છે....
ભાવાર્થ:- આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ, પર નિમિત્તથી અનેક થાય છે, તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો છે. એ રીતે જીવ પદાર્થને શુદ્ધ નિત્ય, અભેદ ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધનયનો પણ પક્ષપાત (વિકલ્પ) કરશે. તે પણ, તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહીં પામે.
નવતત્ત્વ એ તો પરના નિમિત્તથી થાય છે. હું! એને તો ગૌણ કરતા આવ્યા છે પણ આ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તે પણ શુદ્ધ સ્વરૂપને નહીં પામે. વિકલ્પને પામશે. (સ્વરૂપને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com