________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૧
ચર્ચા નં-૩ રાજકોટ
(શ્રોતા-આત્માને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખતા હોય તો જ્ઞાની જ રાખે છે, બસ, એવો છે આત્મા અકર્તા જ્ઞાતા છે, પરને જાણતો નથી.
હવેના વીસ (૨૦) કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડે છે તે તત્ત્વવેદી (તત્ત્વોનો જાણનાર) સ્વરૂપ પામે છે. અહાહા! બરાબર છે. (તત્ત્વોનો જાણનાર સ્વરૂપને પામે છે ) તત્ત્વવેદી તત્ત્વોનો જાણનાર સ્વરૂપને જાણે છે, સ્વરૂપને પામે છે. બે નયોના જ્ઞાતા થાય છે ને? એટલે બરાબર જ છે કેમ કે વીસ (કળશમાં બે નયોનો વિષય કહેવો છે ને! ! બદ્ધ-અબદ્ધ, તત-અતત, એકઅનેક.
કેમકે જે જ્ઞાનને જાણે છે. તે જ્ઞાનને જ જાણે છે. (જે જ્ઞાનને જાણે છે એ જ્ઞાનને જ જાણે છે ) જે જ્ઞાનને જાણે છે એ બે નયનાવિષયને જાણે છે. ( જાણે છે ઈ જ્ઞાનને અને કહેવાય એમ કે બે નયના વિષયને જાણે છે.) બસ એમજ, એમજ. એમાં જ (લીધું) છે. ( જિસને જ્ઞાનકો જાના ઉસને જ્ઞાન કે વિષય કો ભી જાન લીયા ના?) જે બે નયોને જાણે છે પણ જાણે છે તો જ્ઞાનને? એ જ્ઞાનમાં બે નયનું સ્વરૂપ આવી ગયું. એવા જ્ઞાનને જાણે છે. જ્ઞાનને જાણે છે એમ કહો કે બે નયને જાણે છે કે એક જ વાત છે. સમજાવવા માટે તો શું કરે? પછી તો ખરેખર જ્ઞાયકને જ જાણે છે. જ્ઞાનને ય જાણતો નથી. જ્ઞાનને ય જાણે છે એમ શા માટે કહેવું પડે છે? કે જ્ઞયને જાણે છે એવો પક્ષ છે એટલા માટે. અને ખરેખર એનું લક્ષ નથી એટલા માટે એટલા માટે જ્ઞાનને જાણે છે ભેદથી કહ્યું. અભેદથી જ્ઞાન આત્માને જ જાણે છે.
આત્માને (જ્ઞાન) જાણે છે એમ કહેવું વ્યવહાર છે. આત્મા તો આત્મા છે જ્ઞાયક તો જ્ઞાયક જ છે પછી ઠરી જાય છે. પછી ખલાસ. સમજાવવા માટે બધા ભેદ કરવા પડે, શું થાય? બીજાને સમજાવવા માટે ભેદ કરવા પડે અને પોતે વિચાર કરતો હોય તો એને એટલો ભેદ આવી જાય, પાછો અભેદમાં ચાલ્યો જાય છે. (ત્યારે સામાન્ય નો અનુભવ થાય છે.)
શ્લોકાર્થ- જીવ કર્મથી બંધાયેલો છે એવો એક નયનો પક્ષ છે અને જીવ કર્મથી બંધાયેલો નથી એવા બીજા નયનો પક્ષ છે. આમ ચિસ્વરૂપ, જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. બે વિકલ્પ છે બરાબર. જે તત્ત્વવેદી (વસ્તુ સ્વરૂપનો જાણનાર) પક્ષપાત રહિત છે. તેને નિરંતર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. આ જ્ઞાયક છે. જ્ઞાયક આવ્યું છેલ્લ? જ્ઞાયક તો જ્ઞાયક છે. ઈ.... આવ્યું છેલ્લું બે નયોના સ્વરૂપને જાણે જ છે એવું ન આવ્યું. ચિસ્વરૂપ જીવ તો ચિસ્વરૂપ જ છે. બસ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com