________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૮ તો કામ પૂરું થઈ ગયું.) કામ પૂરું થઈ ગયું અને એક અતીન્દ્રિય આનંદ આવ્યો એનું નામ સમ્યગ્દર્શન. (હાં....) એ લક્ષણ છે એનું. જ્યારે આનું તો કાંઈ લક્ષણ જ નથી. છે કાંઈ લક્ષણ ? હોય તો મને કહે ? ( શ્રોતા નહીં, લક્ષણ આનંદ તો છે નહીં. સાચી વાત છે.) એટલે કેવળ અનુભવગમ્ય શબ્દ વાપર્યો. એ પોતે જાણે છે. કહી ન શકાય. દ્રવ્યલિંગિમુનિને આવો અપૂર્વ નિર્ણય નથી આવ્યો.
એક અપૂર્વ નિર્ણયમાં જેમ આત્માને આશ્રયે અનુભવ થાય, એમ અપૂર્વ નિર્ણયમાં આત્માનો જ આશ્રય છે. એટલે એ નયથી નિર્ણય નથી કરતો, જ્ઞાનથી કરે છે. (શ્રોતાજ્ઞાનથી કરે છે.) ઈ.. જ્ઞાનથી નિર્ણય કરે છે ઈ.......... વચનાતીત છે. (શ્રોતા-ઈ... એ વચનાતીત છે. ઈ... જ્ઞાનનું કોઈ નામ નથી.) નામ નથી. ઈ... જ્ઞાનનું નામ નથી. (શ્રોતા-સમજા જા સકતા હૈ કહા નહીં જા સકતા.) બસ! બસ. સમજી શકાય, હી ના શકાય. (શ્રોતા- કેવી ઝીણી ઝીણી બધી વાતો, ઝીણી-ઝીણી છે ને?) એકદમ ઝીણી ઝીણી. ચાલો આગળ વાંચો
સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે. અમૃત સાક્ષાત્ કહ્યું છે ને...... ઈ. (શ્રોતા-હા.... ઈ બહુ સરસ.) બહુ ઊંચું પુસ્તક છે! જેને દૂધ કઢાઈ ગયું હશે એને મેળવણ મળી જશે. વિકલ્પ તૂટી જશે, અનુભવ થશે. અનુભવની સમીપે આવી ગયેલા હોય એને નિમિત્ત થશે. (જરૂર થશે.) સ્વભાના પક્ષમાં આવ્યો હશે ને, એ પક્ષાતિક્રાંત થઈ જશે.
એક વિચાર હમણાં આવ્યો, આ નયોના વિકલ્પ છે ને વિકલ્પ ? એ વિકલ્પની ઉત્પત્તિનું મૂળ કારણ શું? પછી તે વિકલ્પ નિશ્ચયનય સંબંધી, વ્યવહારનય સંબંધી કે પ્રમાણ સંબંધી. કોઈ પણ વિકલ્પ તો વિકલ્પ જ છે. ઈ..... વિકલ્પની ઉત્પત્તિનું કારણ શું? સંકલ્પરૂપ વિકલ્પ થાય છે એમ ન લેવું અત્યારે.
તો આ વિકલ્પની ઉત્પત્તિનું કારણ શું? નહીંતર સંકલ્પ છે એ જ વિકલ્પની ઉત્પત્તિનું કારણ છે. સંકલ્પ એટલે શું? અર્થ કર્યો છે. કે ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મમાં આત્મબુદ્ધિ-મારાપણાની બુદ્ધિ એ સંકલ્પ. એટલે કે મિથ્યાત્વ છે ત્યાં સુધી સંકલ્પ છે. ત્યાં સુધી તેના ગર્ભમાંથી વિકલ્પ ઉત્પન્ન થાય છે પણ વિકલ્પની ઉત્પત્તિનું કારણ શું?
વિકલ્પ છે ને ઈ. સંસાર છે. આ જે ચર્ચા છે ને તે આપણી સૂક્ષ્મ ચર્ચા ચાલે છે. હવે વિકલ્પ છે ઈ. સંસાર છે. જેવો વિકલ્પ ગયો, વિકલ્પનો વ્યય, નિર્વિકલ્પ ઉત્પાદ થાય છે! એનું કારણ શું? એવો વિચાર આવ્યો અત્યારે. આજે વિકલ્પની વાતો ચાલે છે ને! છેલ્લો વિકલ્પ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com