________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૭ જેઓ નયપક્ષપાતને છોડી (પોતાના) સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે તેઓ જ-જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા પણ-સાક્ષાત અમતને પીએ છે
ભાવાર્થ- જ્યાં સુધી કોઈપણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જયારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય, ત્યારે વીતરાગ દશા થઈને, સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. (શ્રોતા લ્યો ! આમાં શ્રદ્ધા થાય છે. ચોખ્ખું આમાં શ્રદ્ધા થાય છે. (શ્રોતા-હું, આમાં શ્રદ્ધા થાય છે. નયપક્ષ છૂટે ત્યારે શ્રદ્ધા થાય છે.) એમ જ હોય. (ઓહો ! વાહ!).
શ્રોતા- શુદ્ધનયકા, નિશ્ચયનયકા પક્ષ વો ભી રાગ હૈ.
ઉત્તર- રાગ છે. (રાગ હૈ તો વો છૂટ તબ વીતરાગ દશા......) વીતરાગ દશા હોતી હૈ. એક છેલ્લો વિકલ્પ છૂટી જાય છે. (રાગ છૂટી જાય છે, સ્વભાવની એને નિર્વિકલ્પ શ્રદ્ધા થઈ જાય છે.) મિથ્યાત્વ અને અનંતાનુબંધી બન્ને જાય છે તેવી વાત છે. બસ (આમાં તો આબેહૂબ સ્વભાવનું વર્ણન છે.... ત્યારે વીતરાગ દશા થઈને... કોઈ એમ કહે કે આ તો કોઈ સંતોએ નથી કહ્યું, ત્યારે આ જ બતાવવું. જો આમાં સંતોએ કહ્યું છે ને નવમા કળશમાં એ કહ્યું છે (૬૯) ઓગણોસીત્તેર કળશમાં એ કહ્યું છે! (શ્રોતા-હા-કહ્યું છે ને!) ત્યાં સુધી સ્વરૂપની શ્રદ્ધા સમ્યફ થતી નથી.
ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. થાય છે (શ્રોતાએટલે પહેલા શ્રદ્ધાનાં વિષયનો વિકલ્પ, એને શ્રદ્ધાના વિષયનો વિકલ્પ છે એટલે રાગ છે.) વિકલ્પ છે ઈ... રાગ છે. (શ્રોતા-ત્યાં સુધી શ્રદ્ધા નિર્વિકલ્પ થતી નથી.) ન થાય, ન થાય. (શ્રોતા-વિકલ્પ છૂટે ત્યારે નિર્વિકલ્પ થાય છે. એમ જ, એમજ. વિકલ્પ જ એને નડે છે. ઈ..... વિકલ્પ છે ને..... ઈ ..... હાર્ડ છે. (તેમાંથી છૂટવું એ કઠિન છે)
અહીં સુધી અનંતવાર આવ્યો છે. પણ વિકલ્પ સુધી આવ્યો છે. એ વિકલ્પના યથાર્થ નિર્ણય સુધી નથી આવ્યો. (શ્રોતા-કેમકે નિર્ણય પછી તો અનુભવ થાય છે.) ડેફીનેટ થાય છે. વધારેમાં વધારે છ મહિના; કો' કને અંતમૂહર્ત; કોઈને મહિનો બે મહિના પણ થાય જ. ઈ.... તો નિર્વિકલ્પવત્ છે. વિકલ્પ હોવા છતાં વિકલ્પ નથી. (શ્રોતા-એકલો વિકલ્પ નથી) અને એ વિકલ્પને ઓળંગે ત્યારે અંદરમાં કોઈ કોઈ... અદભુત અનુભવગમ્ય... મૌન... (શ્રોતા-હું વચનમાં ન આવી શકે.) બસ! બસ. કેમકે વચનાતીત છે. એવો શ્લોક પણ (પંચાધ્યાયમાં) આવી ગયો પંચકાળમાં....! યથાર્થ નિર્ણય વખતે શું હોય? ઈ. અંદર મૂકી દીધું એમાં. આબેહૂબ મૂકયું છે. (વાહ!) એટલે કેવળ અનુભવગમ્ય. સમ્યગ્દર્શન કહી શકાય બીજાને. (શ્રોતા-કેમકે એમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com