________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૬
નહીં હોતા ઈ નિરપેક્ષ. સ્યાદ્વાદમાં આવે તો વસ્તુ સાપેક્ષ માને. વસ્તુ તો નિરપેક્ષ છે. ( શ્રોતા-એક વખત ભાઈ સાહેબ વાંચનમાં બોલ્યા હતા કે: નિમક છે ને નિમક એ કઈ નયથી ખારું છે? નમક હોતા હૈ ને નમક વહુ કૌનસે નયસે ખારા હૈ યે કોઈ પંડિત કે પાસ જાકર પૂછો. હમારે પાસ તો આત્મા જ્ઞાન૨સમય છે બસ. આટલી સાદી સાદી વાતો આમ ઈફેકટીવ Effective છે.) બરાબર છે. રાઈટ છે. બધું કુદરતી આમાં આવી ગયું છે આ બધા વિચારો આવી ગયા' તા. જેને સમજવું હોય એને માટે વાદવિવાદનો વિષય નથી. ( શ્રોતા-વાદવિવાદ કરે તો-તો એની સાથે વાત જ ન કરાય.)
શુદ્ધનો બોલ બહુ ઊંચો છે હોં! બહુ ઊંચો છે હોં! અકર્તાને કર્તા માને છે એ આત્માને શુદ્ધ માનતો જ નથી. પટ્ટારકની પ્રક્રિયાથી પાર ઉતરેલી નિર્મળ અનુભૂતિચોખ્ખો બોલ છે. (શ્રોતા-નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક ઈ છે.) કઠિન છે. નયો ઘૂંટાઈ ગઈ હોય ને પછી નયાતિક્રાંત ન થાય. ક્યાંથી થાય? આમાં તો ચોખ્ખું લખ્યું છે નિરપેક્ષ તત્ત્વની દૃષ્ટિ વિના અપેક્ષાઓનું જ્ઞાન સમ્યક્ થતું જ નથી. (હાં ) કેવા શબ્દો છે ? ટંકોત્કીર્ણ છે. (શ્રોતા-એકદમ ટંકોત્કીર્ણ) આને કહ્યું ને કે એક એક શબ્દમાં કલાકો વયા જાય એવું છે, બરાબર છે. આવું ગૂઢ કોણ સમજી શકે?
(શ્રોતા- અને એના માટે આપે જે ઓલું કહ્યું હતું ને ઓલા દિવસે, નય બે છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક.) હા. ઈ.... લીધું હતું ને (શ્રોતા-દ્રવ્યને મુખ્યપણે અનુભવે તો દ્રવ્યાર્થિક અને પર્યાયને મુખ્યપણે અનુભવે તો પર્યાયાર્થિક.) હા. .... લીધું' તું ને! હા છે ને! (શ્રોતા-પછી ‘દ્રવ્ય-યર્યાય બન્નેને નહીં આલિંગિત કરાયેલો,' આહાહા! આ શું?) ઈ મૂળ ચીજ છે. ઈ..... સ્વભાવ ઉપર જાયને ત્યારે કોઈ નયનો વિકલ્પ ઉત્પન્ન ન થાય. ઈ..... કહે છે. ‘દ્રવ્ય-પર્યાયને નહીં આલિંગિત' આહાહાહા ! ( શ્રોતા કો 'કકો 'ક વાર તો આચાર્યને પણ કહેવાનું મન થઈ જાય છે.) ‘હા’ થઈ જાય છે એટલે મૂકી દીધું ને ટીકામાં..... ‘ નહીં આલિંગિત.' ( બહુ સરસ.)
ઓમાં મુખ્યપણે દ્રવ્યને, મુખ્યપણે પર્યાયનેય પછી દ્રવ્યને પર્યાયને નહીં આલિંગિત; ( સ્વભાવને જો, તું) આહાહાહા! સ્વભાવને જો, તું. કાંઈ વાંધો નહીં. જેનો કાળ પાક્યો હશે તેને સવળું સૂઝશે. (શ્રોતા-હાજી-હાંજી જરૂર.) બાકી તો બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાનીઓને ખોટા ઠરાવે, ઠરાવવા ઘો. પણ એને નુકશાન છે. આહાહા ! અપનાવી લે ને! આવું પુસ્તક (પહેલાં) નીકળ્યું નથી.! (શ્રોતા-નથી નીકળ્યું સાચી વાત છે. આ તો મહનીય ગુરુ દ્વારા નીકળે તો આપની કરુણાનો પ્રતાપ છે. આપની કરુણાના ફળમાં બહાર આવ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com