________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૫ ને એટલે આમાં છૂટી ગયો. નયની અધિક્તા ન હોય, નયની અધિકતા ન આવે. નયનું જ્ઞાન ભલે થાય, નયની અધિકતા ન આવે. (આહાહા-કેટલી સરસ વાત છે.) આ એક પુસ્તક દ્રવ્યસ્વભાવ-પર્યાયસ્વભાવ ઉપર વ્યાખ્યાન આપો તો! (શ્રોતા-બાર મહિના ચાલે હોં!) હા.
ખરેખર એવું છે. જરાય અતિશયોક્તિ નથી. એવું છે ગૂઢ, ગૂઢતા બહુ છે. ઘણી ગૂઢતા છે. (શ્રોતા-ડીપ બટું છે. એક એક શબ્દની વ્યાખ્યા કરે ને તો કલાકો વયા જાય. એમાં (એટલો) માલ ભર્યો છે.)
(શ્રોતા- એક એક શબ્દમાં અનુભવ થાય. એક એક વાત એવી છે. સીધો અનુભવ થાય એવી છે.) જો કેવું સરસ વાક્ય મૂકયું. નિરપેક્ષ તત્ત્વની દષ્ટિ વિના આપેક્ષાઓનું જ્ઞાન સમ્યક્ થતું નથી. આહાહાહા! નિરપેક્ષનયા મિથ્યા નયા' સાપેક્ષનય સમ્યકનય. ' પણ સાપેક્ષનયનું જ્ઞાન નિરપેક્ષ સ્વભાવ વિના થાય નહીં. ( શ્રોતા-થાય જ નહીં.) એ નિરપેક્ષ સ્વભાવ એને ખ્યાલમાં નથી આવતો.
ને ખ્યાલ આવવા... જાય તો ઓલું વાક્ય એને નડે છે. શ્રોતાઃ- આમ પછી ઝૂલા ઉપર ઝૂલે છે. “હા” . પછી નિરપેક્ષ નયા મિથ્યા નય અહીંઆ આવી શકે નહિ. એકાંતે અકર્તા છું, એકાંતે જ્ઞાતા છું. જ્ઞાયકનો જ જ્ઞાતા છું એકાંતે પરનો જ્ઞાતા જ નથી. એમાં એને એકાંતની દુર્ગધ લાગે છે. એકાંત છે સુગંધવાળું. (શ્રોતા-સમ્યક એકાંત છે ને!) કેટલાક આવા સૂત્રો છે એનો મર્મ ન સમજે ઈ બિચારો તો નય પક્ષમાં અટકી જાય છે. (શ્રોતા-સહી બાત હૈ જિનાગમ બહુ ગહન છે.) ખૂબ ગહન છે. અને પૂ. ગુરુદેવ કહેતા હતા. “થોડા પામે છે તેનું કારણ આ છે.” કોક નયની વિકલ્પ જાળમાં ન રહે અને એકાએક અનુભવ થઈ જાય તે જુદી વાત છે. નયની વિકલ્પજાળમાંથી નીકળવું મુશ્કેલ. (બહોત મુશ્કેલ) આમાં જો ગરી ગયો નયની વિકલ્પજાળમાં અંદર. તો કામ નહીં થાય.
શ્રોતા-ઈ પોતાના ઉપરથી એમ કહે કે થાળી સામે આવી ગઈ હોય, ભોજનની પછી શું કામ વિચારો છો કેઃ કોણે બનાવ્યું હતું? શું બનાવ્યું? સ્વાદ લે ને? વાતો શું કરે છે? આ નયને આવો છે ને આ નયે આવો છે વાતો બંધ કરી દે. અને સ્વાદ લઈ લે ને! બહુ પ્રેકટીકલ છે.) પ્રેકટીકલ છે. (તેમને (દેવસેન આચાર્ય) વાળું સ્યાપદના અભાવ હોવા છતાં નિશ્ચયાભાસપણું આવતું નથી. આ પેજ તેમને આપ્યું હતું; બહુ ખુશી થયા.) એને તમે આપ્યું હતું? (શ્રોતા-બહુ ખુશી થયા તેના ઉપરથી તો બોલ્યા હતા. અને કહે આ સ્વભાવમાં ક્યાં સ્યાદ્વાદ હોતા હૈ.) બસ બસ. (શ્રોતા-આત્મામેં સ્યાદ્વાદ નહીં હોતા હૈ, સ્વભાવમેં સ્યાદ્વાદ નહીં હોતા હૈ) બરાબર છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com