________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૩ બસ. એટલે ઉપર જે વિષય ચાલે છે ને નિશ્ચયનય પણ મિથ્યાત્વ એનો અર્થ (તેનો) આધાર આપ્યો. ૫૦૬માં છે. ( શ્રોતા- આપણે એ ગાથા આપી છે ને ? એ ગાથા છે. ) એ વાત છે. જ્ઞાનના વિકલ્પનું નામ નય છે. તથા એ વિકલ્પ પણ પરમાર્થભૂત નથી. કારણકે એ જ્ઞાનવિકલ્પરૂપ નય, શુદ્ધજ્ઞાનગુણ તથા જ્ઞેય પણ નથી. પરંતુ જ્ઞયના સંબંધથી થવાવાળા જ્ઞાનના વિકલ્પનું નામ નય છે. આમાં જ્ઞયનો સંબંધ છૂટતો નથી. આ સવિકલ્પ નિશ્ચયનય છે ને એમાં જ્ઞયનો સંબંધ છૂટતો નથી. આ સવિકલ્પ નિશ્ચયનય છે ને એમાં શયનો સંબંધ છૂટતો નથી. (શ્રોતા–બરાબર. એટલે કે મનનો સંબંધ છૂટતો નથી.) તેની સાથે મનનો જ સંબંધ છે. બીજું કાંઈ છે જ નહીં. મનનું અવલંબન છે. તથા અનુભવમાં પણ એ જ વાત આવી છે કે જેટલા કોઈ નય છે તે બધા પર સમય મિથ્યા છે. તથા તે નયોનું અવલંબન કરનાર પણ મિથ્યાદષ્ટિ છે. (બરાબર) હું! ઈ આવી ગયું.
સ્વાનુભૂતિનું સ્વરૂપ તે સ્વાનુભૂતિની મહિમા એ રીતે છે કે સવિકલ્પ જ્ઞાન હોતાં, નિશ્ચયનય એ વિકલ્પોનો નિષેધ કરે છે. પરંતુ જ્યાં આગળ ન તો વિકલ્પ જ છે અને ન તો નિષેધ જ છે ત્યાં આગળ ચિદાત્મા અનુભૂતિ માત્ર છે. કેમકે જ્યાં આગળ ન તો વિકલ્પ જ છે અને ન તો નિષેધ જ છે ત્યાં આગળ ન તો વિકલ્પ જ છે, વિધિનો વિકલ્પ, અને ન તો નિષેધનો વિકલ્પ, બેય વિકલ્પ નથી એમ ! વિકલ્પ માત્ર નથી. (શ્રોતા-વિકલ્પ માત્ર નથી ત્યાં આગળ ચિદાત્મા અનુભૂતિ માત્ર છે.) બસ.
ખરેખર જ્યાં સુધી શ્રદ્ધા વિપરીત છે ત્યાં સુધી બે નયોનું પરસ્પર સાપેક્ષ એવું સમ્યજ્ઞાન પણ પ્રગટ થતું નથી.
(શ્રોતા- એક એક વાક્ય ટંકોત્કીર્ણ છે.) નિરપેક્ષ તત્ત્વની દૃષ્ટિ વિના, અપેક્ષાઓનું જ્ઞાન, સમ્યક થતું નથી. (શ્રોતા-વાહ! બહુ સરસ.) વિદ્વત્તાભરેલા વાક્ય. ( શ્રોતા-અરે કેટલો બધો સાર ભરેલો છે. ) સાર ભરેલો છે એમ
આ કોઈ પળ હુતી હોં આ, બીજું કાંઈ નથી આમાં; (દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ) બહુ સરસ, પરંપરા ચાલશે. (શ્રોતા-અનુભવનું રહસ્ય છે આમાં) હજાર કોપી પાછી ! (શ્રોતા-હજાર નહીં, દશહજાર નહીં, પરંતુ કરોડો થશે.) હા! લોકો સમજતા થાય એને માટે છે. (શ્રોતા-કેટલું સરસ છે.)
માટે આત્માર્થીએ પ્રથમ શ્રદ્ધાની સંશુદ્ધિ હેતુએ સ્વભાવથી સ્વભાવને જોવો જોઈએ, કોઈ નયથી નહીં. આજ ભાવ શ્રીમાન અમૃતચંદ્રાચાર્યદેવે સમયસાર કળશ ૬૯૭૦માં દર્શાવ્યો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com