________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૧
જાય છે. પોતે ભૂલ કરે છે, પોતે ભૂલ ભાંગે છે. પોતાની ભૂલની પોતાને ખબર પડે છે. શ્રી ગુરુ તો આમ જનરલ ઉપદેશ આપતા હોય એ Particular ઉપદેશ ન આપે. જનરલમાંથી પોતે ખેંચી લ્ય કે હું..... આ ગુરુએ કહ્યું” આ મારો પક્ષ હતો. તે પક્ષ નીકળી ગયા પછી અગૃહીત તો અનુભૂતિથી જાય. એ શિષ્ય ગુરુના ઉપદેશને યોગ્ય છે.
મહાનગુરુ સિવાય તેનું સ્વરૂપ કોઈ બતાવી શકતું નથી. ગુરુ તો કહ્યા, પરંતુ મહાનગુરુ કહ્યા. (મહાનગુરુ કહી શકે.) સમ્યગ્દષ્ટિ ઘણા હોય પણ તેને ઉપદેશની લબ્ધિ ન હોય તો માર્મિક વાત ન કહી શકે. કહી શકે ? અનુભવી છે તે અનુભવની વાત તો કહે, પણ જે સૂક્ષ્મ પ્રકારની ભૂલ હોય તે બતાવી ન શકે. વાણી કોઈ તીખી નીકળે. ગુરુના બે પ્રકાર છે. જેમકે ગુરુદેવનો દાખલો આપુ છું સમજી ગયા? બધા એવા ઉપદેશક ન હોય. ઈ... લબ્ધિ છે. ઈ તો ભાષાની લબ્ધિ છે ને? ભાષા દ્વારા કહે છે. છતાં પણ બધાને ન હોય. માટે મેં મહાન ગુરુનો અર્થ કર્યો એમ.
મહાનગુરુ સિવાય તેનું સ્વરૂપ કોઈ બતાવી શકતું નથી. તે વિશેષ સ્વાનુભૂતિનો મહિમા છે. સ્વાનુભૂતિ આવું જોયું? કે જે નિશ્ચયનયથી પણ બહુ સૂક્ષ્મ અને ભિન્ન છે. નિશ્ચય નયના જે વિચારો છે એનાથી સૂક્ષ્મ બહુ સૂક્ષ્મ અને ભિન્ન છે. અનુભૂતિ છે તે માનસિક વિચારથી ભિન્ન છે. એમ વિચાર આવ્યો કે ગુરુદેવ જે ઉપદેશ આપતા હતા તે ઠોસ છે, ઠોસ છે. એકની એક વાત (ઘૂંટાવતા). અત્યારે પંદરમી ગાથા વાંચતો હતો ટંકોત્કીર્ણ છે. (શ્રોતા-ટંકોત્કીર્ણ અરે! એવા તો એમાં ઘણા (ન્યાય) કહ્યા છે.) ઘણાં કહું છું ને! આ મહાનગુરુ જે છે ને શબ્દ ઈ બરાબર છે. મહાનગુરુ શબ્દ વાપર્યો એણે, શ્રીગુરુ નહીં; મહાનગુરુ. આત્મજ્ઞાની બધા ગુરુ કહેવાય, પણ એમાં (ગુરુદેવ જેવા) હોય ને? બહુ સરસ જવાબ છે હોં ! !
આહાહા ! નિશ્ચયનયથી પણ વિશેષ કાંઈક છે. આહાહાહા ! તે સૂક્ષ્મ છે તેથી તે ગુરુના ઉપદેશને યોગ્ય છે. મહાનગુરુ સિવાય જેનું સ્વરૂપ કોઈ બતાવી શકતું નથી એમ. મિથ્યાદષ્ટિ તો બતાવી ન શકે પણ આ પક્ષમાં રહી જાય છે ને અથવા છ દ્રવ્યને હું જાણું છું, સમજી ગયા. દ્રવ્યલિંગી મુનિ ભૂલ્યો ને ? ( શ્રોતા-કોઈક જ બતાવે છે. કોઈને, કોઈ બતાવી શકતું નથી એટલે એક મહાનગુરુ સિવાય કોઈ બતાવી શકતું નથી.) કોઈ બતાવી શકતું નથી. (શ્રોતા –કેટલો મહિમા કરે છે.)
હું પરને જાણતો જ નથી જાણનાર જણાય છે ઈ. સૂક્ષ્મ વાત છે. શેયનો સંબંધ તૂટે ત્યારે અહીં આ સંબંધ થાય છે. હંમેશાં એક નિયમ-તીર્થકરના દ્રવ્યની અંદર સૂક્ષ્મતા જ હોય. અને એની વાણી ઠોસ હોય. અને આમ મારફાડ કરતી ચાલે. વચ્ચે જે આવે તે ઊડી જાય. કોઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com