________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૦ ચર્ચા નં. -૨ રાજકોટ
આ સામાન્ય વિશેષ આવ્યું ને જ્ઞાનની પર્યાયમાં, ઈ.... આવ્યું ને? ઊંઘમાં પણ ચાલે છે. જે ચાલે છે ઈ જ આવ્યું. આમાં જ્ઞાનની પર્યાયની મુખ્યતા રાખી. બરાબર છે? પરનું લક્ષ છૂટે તો જ્ઞાન ઊભું થાય છે. ‘હું ૫૨ને જાણું છું’ એ અભિપ્રાય પડયો છે; એટલે ઉપયોગ ૫૨ સન્મુખ જ રહ્યા કરે છે. શાસ્ત્ર સન્મુખ જ રહ્યા કરે છે તે અજ્ઞાન છે. પહેલાનું દશ્ય આવી ગયું. જ્ઞાનનું જ્ઞાન થાય છે. ચમત્કારિક છે વાત હોં! જ્ઞાનનું જ્ઞાન થાય છે તે ઘૂંટવા યોગ્ય છે. સમ્યગ્દર્શન માટે તો ઘૂંટવા જેવું, પ્રગટ થવા માટે પણ પ્રગટ થયા પછી આ જ છે. વ્યાવૃત થતું જાય ને? ચારિત્ર માટે પણ ઈ.... જ છે.
આ કોઈ અલૌકિક ચીજ છે. મને લાગે છે આ કોણે લખ્યું હશે ? જેવું છે એવું આવ્યું છે. એટલે નયવિકલ્પોની કર્તાબુદ્ધિ કેમ છૂટે અને નયોનો જ્ઞાતા કેમ થાય ? એટલું વાંચ્યું એમાં તો એમ થયું...... ઓહોહોહો! કેટલું યથાર્થ લખાણ આવ્યું છે. (શ્રોતા-મારું આવું સ્વરૂપ છે.) વાંચો પહેલેથી વાંચો.
આ જ વાત શ્રી પંચાધ્યાયી ગાથા ૬૪૫ થી ૬૪૮માં કહી છે. શંકાકાર:- જે વ્યવહારનયનું અવલંબન કરે છે, જોયું! તે જ ગાથા આવી આપણે જોઈ હતી. તે જેમ સામાન્ય રીતે મિથ્યાદષ્ટિ છે તેવી જ રીતે જ નિશ્ચયનયનું અવલંબન કરે છે તે મિથ્યાદષ્ટિ કેમ હોય ? કેમ હોય ? એટલે કે એ તો સમ્યગ્દષ્ટિ હોવો જોઈએ એમ. અર્થાત્ વ્યવહા૨નયનું અવલંબન ક૨ના૨ને મિથ્યાદષ્ટિ કહેવામાં આવેલ છે તે બરાબર છે પરંતુ નિશ્ચયનયનું અવલંબન ક૨ના૨ને પણ મિથ્યાદષ્ટિ જ કહેવામાં આવેલ છે તે કેવી રીતે ?
ઉત્તર:- બરાબર છે, એટલે એને પણ મિથ્યાદષ્ટિ કહેવામાં આવે છે. બરાબર છે એમ કહી દીધું. પરંતુ નિશ્ચયનયથી પણ વિશેષ કાંઈક છે. તે સૂક્ષ્મ છે, તેથી તે ગુરુના જ ઉપદેશને યોગ્ય છે.
એટલે એમ વિચાર આવ્યો કે ગૃહીત મિથ્યાત્વ તો ગુરુના ઉપદેશથી જાય છે. અને અગૃહીત મિથ્યાત્વ તો અનુભવથી જ જાય. ઉપદેશથી જાય નહી. છતાં ઉપદેશથી વાત આવે. સમજી ગયા ! પણ....... કેવળ ઉપદેશથી અગૃહીત જતું નથી. ઈ અનુભવથી જ જાય. (શ્રોતા–અનુભવ વિના મિથ્યાત્વનો અભાવ કેવી રીતે થાય ?)
ઉત્તર:- કેવી રીતે થાય? ઉપદેશ તો અનંત કાળથી સાંભળે છે એટલે તો જ્યારે અનુભવ કર્યો; ત્યારે આના ઉપદેશથી અગૃહીત ગયું એમ ઉપચાર આવ્યો. બાકી છે નહીં એમ અંદરથી જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com