________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૮ જાય છે) લીધું છે, લીધું છે ને?
જ્ઞાનનું જ્ઞાનત્વ લીધું છે. બસ એમાં બધું આવી ગયું. જ્ઞાનનું જ્ઞાન થાય જ છે. જ્ઞાનનું જ્ઞાન ન થાય તો જ્ઞાન જ નહીં, ( જ્ઞાનનું જ્ઞાન ન થાય તો જ્ઞાન કૈસા ) ત્રણકાળના પદાર્થ, એના દ્રવ્ય-ગુણ-પર્યાય, ભૂત, ભવિષ્ય અને વર્તમાન જ્ઞાનમાં મોજુદ છે. આહાહાહા ! જ્ઞાનનું જ્ઞાન થતાં સ્તબ્ધ થઈ જાય છે. કેમ કે છે એનું જ્ઞાન થયું ને ? નવું તો કરવું ન પડે, પુરુષાર્થ ન કરવો પડે. વગર પુરુષાર્થે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળના પદાર્થોનું જ્ઞાન થઈ ગયું. હરણીયાને અને દેડકાને થઈ જાય જ્ઞાન, બોલો, છે એનું જ્ઞાન થયું છે. નવું નથી થયું. ( જ્ઞાનનું જ્ઞાન થાય છે ) નવું થાય છે? (હતું એનું જ્ઞાન થાય છે કે, છે એનું જ્ઞાન થાય છે) છે એનું જ્ઞાન થાય. (છે એનું જ્ઞાન થાય છે બેય રીતે એમ જ છે ) એમ જ થાય છે એટલે જ્ઞયનું અવલંબન જ્ઞાનને નથી અને યનું જ્ઞાન થાય છે. જ્ઞાયકનું અવલંબન લેતાં, જ્ઞયના અવલંબન વિના જ્ઞયનું જ્ઞાન થાય છે. ઈ ઓલા દેવીલાલને મેં સોનગઢમાં કહ્યું હતું, ડાયરેકટ શયનું જ્ઞાન થતું નથી. ઈનડાયરેકટ થાય છે. (એટલે જ્ઞાનનું જ્ઞાન થાય છે, એટલે કે જ્ઞાનનું જ્ઞાન થાય છે. એ વખતે નહોતું કહ્યું જ્ઞાનનું જ્ઞાન, કહ્યું તું કે આમ લક્ષ કરીને ઈ જ્ઞાન ન થાય શેયનું. ઈનડાયરેકટ એટલે આત્માને જાણતાં શેયોનું જ્ઞાન એમાં થઈ જાય છે, આવી જાય છે. કરવો ન પડે પુષાર્થ! એમાં પુરુષાર્થ નથી ખરેખર જ્ઞાયકને જાણવાનો પુરુષાર્થ છે (હું) યોને જાણવાનો પુરુષાર્થ જ ન હોય. જ્ઞયો તો મોજુદ છે. (જ્ઞાનનું જ્ઞાન થતાં) બસ. ( જ્ઞાન થઈ જાય છે ).
સોગાનજી ફરમાવતા કે હમ કો તો સુખ પીના હૈ. ગુરુદેવને ફરમાયા કે કેવળજ્ઞાન હોગા તો એક સમયમેં લોકાલોકકા પ્રત્યક્ષ જ્ઞાન હો જાયેગા બસ. હમકો તો જાનકી ચિંતા સમાત હો ગઈ. (આહાહા !) હમકો તો અભી સુખ પીના હૈ. કેવળજ્ઞાન હોગા તો જનિત જાયેગા બસ. મસ્ત હતા. એટલે મસ્ત બેઠા હોય તો પ્રતિમા લાગે. પગ ઉપર પગ ચડાવે ધોતિયું પાછું આમ ઢાંકી ધે પગ દેખાય નહીં ને! એવી રીતે સ્ટાઈલ એવી હુલે નહીં કે ચલે નહીં, પ્રતિમા જાણે. હિંદીભાઈ અજમેરના (રાજસ્થાન) પણ ભાષાનો કાબુ બહુ સારો એ સાર્થક લાગે. એના જે કાગળ વાંચો ને પત્ર ખૂબ સમૃદ્ધ લાગે. શબ્દજ્ઞાન પણ સમૃદ્ધ. (દરેક પ્રશ્નનો જવાબ સ્વભાવથી હતો) સ્વભાવથી હતો મેં એક વખત કહ્યું. મેં કહ્યું વો તો પર્યાયકા પ્રશ્ન પૂછતા હૈ આપ તો સીધા સ્વભાવસે જવાબ દેતા હૈ, ઐસા હૈ? હા, એવું જ લાગે છે મને. યે તો મેરી આદત હૈ કયા કરું? અમારે તો બહુ બોલવાની છૂટ હતી ને! એના જ્ઞાનમાં ઘણું આવી ગયું હતું. (અંદરમાં ઘણી સ્થિરતા, ઘણી સ્થિરતા) આહાહા! ગુરુદેવને ઈ વિચાર આવ્યો જો ઈ જીવ્યા હોત તો ભાવલિંગી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com