________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૭ જીવો પામશે. (બરાબર) એવો આમાં અતિશય છે. (અતિશય છે) પૂ. ગુરુદેવે સેંકડો વખત અંદરમાં વાંચ્યું અને ૧૯ વખત જાહેરમાં વાંચ્યું. સમાજમાં ૧૯ વખત લીધું એટલે શું? કેટલો આનો મહિમા આવ્યો હશે. પોતાનું ઘૂટતા” તા અને બધાને કહેતા” તા કે સમયસારમાં જ છે બધું. અમૃતચંદ્રાચાર્યની તાકાત, અનુભવને શબ્દમાં ઊતારવાની તાકાત છે. (તાકાત છે).
દ્રવ્યપર્યાયને નહીં આલિંગિત એટલે શું? એટલે બેમાંથી કોઈનો વિકલ્પ હવે ઉત્પન્ન થતો નથી. આહાહાહા ! કેમકે શુદ્ધાત્માની સન્મુખ થાય છે ત્યારે વિકલ્પ ક્યાં ઉત્પન્ન થાય છે? અભેદ હો ગયા. (અભેદ હો ગયા તો ઉસમેં વિકલ્પ નહીં હોતા હૈ ) નહીં હોતા હૈ. (ભેદ રહેતા હૈ તો આ દ્રવ્ય ને આ પર્યાય) ત્યાં સુધી વિકલ્પ છે. (અભેદ થાય દ્રવ્યમાં, મેં તો દ્રવ્ય હી હું તો પછી) ખલાસ. (જુદાઈ ન રહતી તો વિચાર નહીં રહતા, અભેદપના હો જાતા હૈ) અભેદપના હો જાતા હૈ. (તો ફીર વિચાર નહી હોતા) અનંત ગુણાત્મક એવા દ્રવ્યસામાન્યને અવલોકન કરતાં એ વિશેષ પણ દ્રવ્ય થઈ જાય છે. (દ્રવ્ય થઈ જાય છે, બધું દ્રવ્ય જ છે.) સરસ.
એટલે “ધ્યેયપૂર્વક જે શેય થાય છે” એકદમ યથાર્થ છે. (એકદમ યથાર્થ વાત છે.) એમાં કહ્યું ને કેઃ ધ્યેયના પક્ષથી મોહ ક્ષપણ થવાનું સામર્થ્ય આવ્યું પણ શેય ન થાય ત્યાં સુધી મોહ ક્ષય થતો નથી; જ્ઞય થાય છે ત્યારે મોહ ક્ષય થઈ જાય છે. (શય થાય છે એટલે કે અભેદ થાય છે) અભેદ થાય છે એટલે કોઈ પણ પ્રકારનો બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન થતો જ નથી. એટલે ફરી ફરીને નિર્વિકલ્પ ધ્યાનમાં જાય ત્યારે પણ એને આમ જ થાય. એમ! આમ જ થાય. જે સમ્યગ્દર્શન માટે વિધિ તે જ ચારિત્રની વિધિ છે. વિધિમાં ફેર નથી. ઓલું એક સમ્યગ્દર્શન પૂરું થઈ જાય, ચારિત્રમાં વાર લાગે એટલું જ. બોલો આમાંથી કાંઈ પ્રશ્ન ? થઈ ગયું પૂરું? (એકદમ પૂરું ) સંતોષ?
(એજ આમાં એવી વાત આવી કે દ્રવ્યસ્વભાવ પર્યાયસ્વભાવ એક જ વાત છે ઈ જ વાત છે ). દ્રવ્યસ્વભાવને જો તો એમાં “સ્વભાવ” શબ્દ આવ્યો. સ્વભાવ. (શુદ્ધ વસ્તુમાત્ર જીવમાં “સ્વભાવને” અનુભવતાં બીજું અભૂતાર્થ છે) ઘણાયનું કામ થશે, કામ આવશે. દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવમાં અંદરથી ખૂબ જ નીકળ્યું છે. મેં તો ના પાડી હતી છપાવવાની. બેન કહે ના; ભાઈ આ તો મારે છપાવવું છે. આપણે આપણું કરો ને. શું કામ છે હવે? જા, લે છપાવ્યું. કંઈ વાંધો નહીં. કામ આવશે બધાને, એમાં આપણે બધું લીધું છે. આ બધું લીધું છે. પ્રાથમિક હોય નય, પછી નીકળી જાય. (ઓલું લીધું છે દ્રવ્યપર્યાય વસ્તુ છે, એ ત્યાંથી શરૂઆત કરી છે. તેને સમજાવવાની બે નય છે, બે નય છે પછી નયનું અવલંબન છૂટી જાય છે અને સ્વભાવમાં આવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com