________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-ર૬ બે પ્રકારના વિકલ્પો નયોના છૂટી જાય છે, ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માનો અનુભવ આનંદ આવે છે સમય એક છે. એક સમયમાં દ્રવ્ય અને પર્યાયથી અનન્ય એવું દ્રવ્ય જ્ઞાનમાં જ્ઞય થાય છે. ઓમાં અનન્ય ન થાય વિકલ્પમાં (નહીં ઉસમેં તો ભેદ હૈ ના ભેદ હૈ) ભેદ હૈ ના (ભેદ હૈ તબ દો નય પ્રગટ હોતી હૈ, આ દ્રવ્ય અને આ પર્યાય, અભેદ હો જાયે તો કોઈ નય હી નહીં હૈ) નહીં હૈ, નહીં હૈ. (ભેદમાં વિકલ્પ ઉત્પન્ન થાય છે) વિકલ્પ ઉત્પન્ન થાય છે. ભેદ દ્વારા સમજાવે છે બીજો કોઈ ઉપાય નથી.
અજ્ઞાની પ્રાણીને સમજાવવાનું જ સાધન કોઈ હોય તો પ્રમાણ અને નય બે છે (બરાબર) નિક્ષેપ એટલી બધી જરૂરી ચીજ નથી, જેટલી જરૂરી ચીજ પ્રમાણ અને નય છે. (બરાબર) પ્રમાણથી વસ્તુ દ્રવ્યપર્યાય સ્વરૂપ છે એમ, અને નયથી જ્યારે દ્રવ્યનો વિચાર કરે છે ત્યારે પર્યાયનો વિચાર નથી અને જ્યારે પર્યાયનો વિચાર કરે છે ત્યારે દ્રવ્યનો વિચાર નથી એમ બેય પ્રમાણ અને નય એમ બે વિકલ્પાત્મક પણ છે અને નિર્વિકલ્પાત્મક પણ છે. પ્રમાણ અને નય (કેમ કે વિષય તો હો હી ગયા ના? પહેલે વિકલ્પ મેં વિષય હોતા થા અભી જ્ઞાનમેં વિષય હો ગયા) જ્ઞાનમેં વિષય હો ગયા તો એને ઉપચારથી નય પણ કહેવાય છે. જ્ઞાનને પણ શુદ્ધનય કહેવાય. શુદ્ધાત્માનો અનુભવ થયો જે જ્ઞાનમાં તો એને શુદ્ધનય કહેવાય એમ આત્માનો અનુભવ થાય છે જ્ઞાનથી પણ પૂર્વે મન હતું અને સર્વથા મન છૂટયું નથી એટલે મનથી થયું એમ પણ ઉપચારથી કહેવાય. નયથી અનુભવ ન થાય.
(પંચાધ્યાયીમાં ઘણી જગ્યાએ એમ વાત કરી છે) હાં આવ્યું છે ને! જ્ઞાનનું જ્ઞાન થાય છે સમજાણું? આ આચાર્યે કહ્યું ને જ્ઞાનનું જ્ઞાન થાય છે. કોઈ શાસ્ત્રના આધારની જરૂર નથી. જ્ઞાનનું જ્ઞાન થાય છે અને જ્ઞાનનું જ્ઞાન રહી જાય છે નિર્વિકલ્પમાંથી સવિકલ્પમાં આવે તો અને વાત કરે ત્યારે તો સવિકલ્પ દશા છે; પણ જ્ઞાનનું જ્ઞાન જાય છે કે રહી જાય છે? એટલે અનુભવી પુરુષો સવિકલ્પમાં આવીને પણ એની પૂર્વભૂમિકાનું વર્ણન બરાબર લખી શકે છે. હા, એટલે પૂર્વભૂમિકાનું વર્ણન અનુભવ થયા પછી એને પ્રતીતિ થઈ જાય કે આવું થયું” તું અને બધાને થાય. સમજી ગયા ! અને પછી આમ થાય ત્યારે અભૂતાર્થ અને અસત્યાર્થ છે વિકલ્પ એમ આખી પ્રોસેસ છે. આખી પ્રોસેસ લખી છે.
એટલે સમયસાર તો સમયસાર છે. સમયસાર હાથમાં આવ્યા પછી રંગ ચડી જાય છે. બીજા શાસ્ત્રોમાં એટલો ઉપયોગ લાગતો નથી. એવો કોઈ આનો અતિશય છે. આ સમયસાર શાસ્ત્રથી બે હજાર વર્ષમાં ઘણા જીવો પામ્યા છે. અને હજી અઢાર હજાર વર્ષો જાશે એમાં ઘણા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com