________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૩ હવે આવા બે પ્રકારના, વસ્તુ બે પ્રકારની છે-દ્રવ્ય પર્યાય સ્વરૂપ અને વસ્તુને જાણનારી, નિર્ણય કરનારી બે પ્રકારની નય છે. હવે એ બે પ્રકારની નયને, વસ્તુ તો અભેદ છે દ્રવ્યપર્યાય સ્વરૂપ છતાં એમાં ભેદ કર્યો, જ્ઞયપ્રધાનથી જુઓ તો વસ્તુ તો અભેદ છે. દ્રવ્યપર્યાય સ્વરૂપ. પણ એમાં ભેદ કર્યો કે આ દ્રવ્યને આ પર્યાય, જ્યાં ભેદ કર્યો ત્યાં ક્રમ પડી ગયો, અક્રમ ન રહ્યું દ્રવ્યપર્યાયનું. દ્રવ્યપર્યાયનું જ્ઞાન અક્રમે સવિકલ્પદશામાં થાય જ નહીં. (બરાબર) અને જો થાય તો નય રહે નહીં, નય અસ્ત પામી જાય. (બરાબર) ઈ આવશે છેલ્લી બે લીટીમાં બધું આવશે. ભેદથી એટલે ક્રમથી એમ કહે છે. ભેદથી આ દ્રવ્ય અને આ પર્યાય (આવી રીતે જાણે, ક્રમથી જાણે આવી રીતે જાણે, ક્રમથી જાણે આહાહા !
દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્ય નિત્ય છે પર્યાય અનિત્ય છે એવી રીતે ધીમેધીમે વિચાર કરે છે, તો ભેદથી ક્રમથી અનુભવ કરતાં, એટલે જ્ઞાન કરતાં, તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. (બરાબર) ભૂતાર્થ શબ્દ છે ને? સત્યાર્થ નથી મૂળમાં, સત્યાર્થ શબ્દ ઊમેરવામાં આવ્યો છે સંસ્કૃત ટીકામાં. આમાં સત્યાર્થ નથી (ભૂતાર્થ જ છે) પર્યાય ભૂતાર્થ જ છે. સત્યાર્થ શબ્દ મૂળમાં નથી એની આગળ ભૂતાર્થ છે. આમાંય એનાર્થ છે બેયનો અર્થ એક જ છે.
કહ્યું? દ્રવ્યપર્યાયનો પર્યાયથી એટલે ભેદથી કમેક્રમે વિચાર કરતાં દ્રવ્યનો વિચાર પણ સાચો છે. દ્રવ્ય જેવું છે તેવું વિચારમાં લીધું છે. પર્યાય જેવી છે તેવી વિચારી છે. તો એમ બેય વાત સાચી છે. ભેદથી વિચારો તો એ વાત (સાચી છે) એનો વિચાર સાચો છે. દ્રવ્યને દ્રવ્યરૂપ જાણે છે પર્યાયને પર્યાયરૂપ જાણે છે પણ દ્રવ્યને, પર્યાયને ક્રમ જાણે છે. એનું ક્રમિક જ્ઞાન થાય છે. તેમાં રાગી પ્રાણીને રાગ ઉત્પન્ન થાય છે. (બરાબર) ક્રમે જાણે છે ક્રમ પડ્યો ને વિકલ્પમાં તે.
હવે કહે છે અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહીં આલિંગિત કરાયેલા એટલે દ્રવ્યનો વિકલ્પ છૂટે છે અને પર્યાયનો વિકલ્પ પણ છૂટે છે. “નહીં આલિંગિત” પહેલા આલિંગિત હતું (પહેલાં વિચારમાં દ્રવ્યને આલિંગન કરતો” તો) ઘડીકમાં દ્રવ્યને ઘડીકમાં પર્યાયને આલિંગન કરતો 'તો વિચારમાં, માનસિક જ્ઞાનમાં, વિકલ્પાત્મક જ્ઞાનમાં હવે એ જે વિચાર, વિકલ્પ છૂટી જાય છે. (હવે દ્રવ્ય પર્યાય બેયને નહીં આલિંગિત) નહીં આલિંગિત એટલે કે દ્રવ્યનો વિકલ્પ ગયો અને પર્યાયનો વિકલ્પ પણ જાય છે, છૂટી જાય છે. નહીં આલિંગિતનો અર્થ ઈ (એટલે એ બન્નેથી નહીં આલિંગન કરાયેલો) એટલે બેનો જે ક્રમે ક્રમે વિકલ્પ ઉઠતો 'તો માનસિકજ્ઞાનમાં, એ છૂટી ગયો એટલે નહીં આલિંગિત. (અચ્છા) દ્રવ્યનો વિકલ્પ જાય છે અને પર્યાયનો વિકલ્પ પણ વિલય થાય છે. એમ ! (હ. જી )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com