________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૦ બીજા પારામાં પહેલી લીટી મહત્ત્વની છે. બે નયોનો વિષય તો જ્ઞાનનું શેય છે, શ્રદ્ધાનું શ્રદ્ધેય નથી. એક લીટી બસ છે. બે નયો છે બે નયોનો વિષય પણ છે પણ ઈ જ્ઞય છે ધ્યેય નથી. જ્ઞાનનું જ્ઞય તો એવું છે પણ ધ્યેય નથી. અને એમ જ જો માનવા લાગે, શ્રદ્ધા કરવા લાગે તો મિથ્યા શ્રદ્ધા થઈ જાય. ઈ તો કર્યું છે અનંતકાળથી. (હો. ઈ જ કર્યું છે એણે) બે નયોનો વિષય તો જ્ઞાનનું શેય છે; શ્રદ્ધાનું શ્રદ્ધેય નથી. અણઅભ્યાસી છે ને જે, ન સમજી શકે. હાં એટલે બે નયોના આશ્રયે શ્રદ્ધા પ્રગટ થતી નથી. (જ્ઞય કે આશ્રયસે થોડી શ્રદ્ધા હોતી હૈ?) નહીં હોતી હૈ– (ધ્યેય કે આશ્રયસે હોતી હૈ ) બરાબર છે. બે નયોનો વિષય તો જ્ઞાનનું ઝેય છે, શ્રદ્ધાનું શ્રદ્ધેય નથી. એટલે બે નયોના આશ્રયે શ્રદ્ધા પ્રગટ થતી નથી. એટલે બે નયોનો પક્ષ છોડી, ત્રિકાળી નિરપેક્ષ સ્વભાવનું અવલંબન લેતાં શ્રદ્ધા સમ્યક્ થાય છે. કારણકે શ્રદ્ધા એકાંતિક જ હોય છે. એમાં અનેકાંત ન હોય. કારણકે શ્રદ્ધા એકાંતિક જ હોય છે. અને શ્રદ્ધા સમ્યક થતાં જ્ઞાન સમ્યક થાય છે અને સમ્યજ્ઞાન સ્વભાવથી અનેકાંતિક હોવાથી બે નયોના વિષયને જેમ છે તેમ પક્ષપાત રહિત જાણે છે.
કેટલો પારો સુંદર છે. (બહુ સરસ) આખું જૈનદર્શન આવી ગયું ભેદજ્ઞાનની પ્રક્રિયા, એનું ફળ આહાહાહા ! આખો સાર છે સાર, સમયસારનો સાર છે. બહુ વ્યવસ્થિત છે. તાકાત નથી કોઈની કે આમાં કોઈ ભૂલ કાઢી શકે. જે સ્થિતિ છે એનું વર્ણન છે બસ. (દો નયકા પક્ષ છૂટે તો હી દષ્ટિ સમ્યક હોતી હૈ ઔર દષ્ટિ સમ્યક્ હોતી હૈ, તો જ્ઞાન ભી સમ્યક હોતા હૈ) હો જાતા હૈ (ઔર જ્ઞાન દો નયકા વિષયકો જાનતા હૈ) જાનતા હૈ, જાનતા હૈ બરાબર ! (એટલે નયપક્ષકો છોડે તો હી દષ્ટિ સમ્યક હોવે, તો હી જ્ઞાન સમ્યક હોવે) તો હી જ્ઞાન સમ્યક હોવે. પહેલાં શ્રદ્ધા લીધી પછી જ્ઞાન લીધું અને જ્ઞાન અનેકાંતિક સ્વભાવથી જ હોય. ઓલું એકાંતિક સ્વભાવથી જ છે. આ અનેકાંતિક સ્વભાવ થી જ છે.
શ્રદ્ધાપૂર્વક જ્ઞાન લીધું ને? એટલે જ્ઞાન અનેકાંત થઈ ગયું. બે નયના વિષયને જેમ છે તેમ જાણે છે એમ પણ નયપક્ષ ગ્રહણ કરતો નથી. વિકલ્પ ઉત્પન્ન થતો નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં અતીન્દ્રિયજ્ઞાનમાં બધી રમત થઈ જાય છે બેન! (બરાબર)
આહાહા ! એકલા ધ્યેયમાં હોં ! “ધ્યેયપૂર્વક શેય.' ધ્યેયપૂર્વક જ્ઞય હોય એટલે બે નયોનો જ્ઞાતા થયો ને! (બરાબર) ધ્યેય જ્ઞયનો જ્ઞાતા એક સમયમાં થઈ જાય છે. એવું વસ્તુ સ્વરૂપ છે. બસ, જ્ઞાનમાં બે નયનો જ્ઞાતા છે ને! બે નયને જાણે છે ને! તો જાણે શ્રદ્ધાનો વિષય થઈ ગયો છે. (હાં એમ) એમ ભૂલ થઈ ગઈ છે અને આમ શ્રદ્ધાને એકાંત પકડવા જાય છે તો ( જ્ઞાનમાંથી) બે નયને જાણે છે એમ છોડી દે ! પર્યાયને જાણે તો પર્યાયદષ્ટિ થઈ જશે. (હાં દોનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com