________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૮ હવે. (હું) સાધના પૂરી કરવા માટે. ત્યાંથી બધા નીચે આવીને સાધના પૂરી કરે છે. સર્વાથસિદ્ધિવાળા નિયમથી નીચે આવે. ઈ.... બધાય મોક્ષગામી (મોક્ષ) છેલ્લો ભવસ્વર્ગનો, છેલ્લો ભવ (સંસારનો છેલ્લો ભવ) સંસારનો છેલ્લો ભવ બરાબર છે. સંસાર જ છે ને દેવગતિ, ચોથા ભવમાં દેવ.
આ રીતે જ આપણે સ્વાધ્યાય કરવો છે. એક એક લીટી શાંતિથી સ્વાધ્યાય કરવો છે. (આજે આ વાત સારી આવી વિવક્ષા અને પ્રતિપક્ષ નયથી તે પરતંત્ર છે) એ એને કારણ આપ્યું છે. પરતંત્ર થવાનું કારણ એણે આપ્યું છે, ઈ વ્યાજબી આપ્યું છે બતાવવું જોઈએ. નયમાં વિવક્ષા આવે જ. (નયમાં વિવક્ષા આવે જ તો પ્રતિપક્ષ બીજું આવે જ.) આવે જ. ( વિવક્ષા અને પ્રતિપક્ષ બેય સાથે છે, જોડકું છે.) જોડકું છે સ્વભાવમાં વિપક્ષો ન આવે તે નિરપેક્ષ છે, પ્રતિપક્ષ નથી. સ્વભાવ નિરપેક્ષ છે અને વિવેક્ષા વગરનો છે. (કેમકે સ્વભાવ હૈ ના વો નયસે નહીં હોતા, નયમેં વિવક્ષા હોતી હૈ, જ્ઞાનમેં વિવક્ષા નહીં હોતી, જ્ઞાનમેં વિવક્ષા નહીં હોતી જ્ઞાનમેં સ્વભાવના સીધા ગ્રહણ હોતા હૈ, હું ના?) બરાબર છે બરાબર છે (હું..... )
કેવું છપાઈ ગયું! આપણે સ્વપ્નમાં પણ નહોતું (બહુ સરસ કામ થઈ ગયું, આપણા માટે) હા, પ્રસ્તાવના પણ બહુ સારી છે, બહુ સારી છે બેસ્ટ. પ્રસ્તાવનામાં જ બધું આવી ગયું છે, પછી તો દ્રવ્ય સ્વભાવ-પર્યાય સ્વભાવ.
આ રીતે નય સાપેક્ષ જ હોય કેમકે “નિરપેક્ષનયા મિથ્યા” એવું શાસ્ત્રનું વચન છે.
જો, અન્યમતનું ખંડન થઈ ગયું. એકાંતનો પરિહાર કરી નાખ્યો, અને સાપેક્ષનય સમ્યક કહ્યું. જેવું સ્વરૂપ છે તેવું કહે છે પ્રમાણમાં લાવી દીધા. અન્યમતમાંથી જૈનમતમાં આવ્યો, જૈનમતમાં આવ્યો પણ જિન ન થયો. જૈન જુદી વાત છે, અને જિન જુદી વાત છે. એમ છે ને? આમાં જિતેન્દ્રિય જિન કહે છે, જૈન શબ્દ નથી. ભગવાનને પણ અહીંયા મંદિરમાં જૈન મંદિર લખ્યું” તું. જિનમંદિર જોઈએ; પછી સુધરાવ્યું છે આમાં એમ છે જિતેન્દ્રિય જિન કહે, જૈન નહીં. ત્રણેયમાં જિન વાપર્યો છે. તો ખીમચંદભાઈ આવ્યા સોનગઢથી; એ તો નિષ્ણાત શબ્દોના, બરાબર નથી. જિનમંદિર જોઈએ. એ કહે –તેમાં પછી સુધરાવ્યું આપણા મંદિરમાં. જિતેન્દ્રિય જિન કહે, જૈન નહીં. ત્રણેયમાં “જિન” શબ્દ વાપર્યો છે. તેમાં વીતરાગતા છે, ભાવવાચક છે, ભાવનિક્ષેપ છે, ઓલું નામ નિક્ષેપ જૈન, તે જૈન. જૈન સામાન્ય એવી રીતે અન્યમતથી જુદો પડે, પછી આહાહા! એવું શાસ્ત્રનું વચન છે.
માટે નિશ્ચયનયથી હું અકર્તા છું એમ એક નયનો જ પક્ષ કરે તો એ મિથ્યા એકાંત થઈ ગયું. માટે “સાપેક્ષ નયા સમ્યક” હોવાથી, નિશ્ચયથી અકર્તા છું તો વ્યવારે કર્તા છું એમ લેવામાં નયજ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com