________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૭ છેદનક્રિયા ફરસીની જેમ નય સ્વતંત્ર નથી પરંતુ વિવક્ષા અને પ્રતિપક્ષ નયથી તે પરતંત્ર છે.
પ્રશ્ન- વિવક્ષા અને નય સ્વતંત્ર નથી, એનો જરા ખુલાસો કરો ને?
ઉત્તર:- નયજ્ઞાન છે એ અપેક્ષા વિના નયજ્ઞાન હોય જ નહીં. કોઈ પણ નય તમે લ્યો તો તેની અપેક્ષા આવે જ. કઈ અપેક્ષાએ નિત્ય છે, કઈ અપેક્ષાએ અનિત્ય છે, કઈ અપેક્ષાએ શુદ્ધ છે, કઈ અપેક્ષાએ અશુદ્ધ છે. નયનો પ્રયોગ અપેક્ષા વિના થઈ શકતો નથી, અને પ્રતિપક્ષ વિના નય ન હોય. અપેક્ષા હોય અને પ્રતિપક્ષ વિના થઈ શકે નહીં.
પરતંત્ર છે. ‘નય એમ ન કહી શકે કે “ આત્મા શુદ્ધ છે.' આત્મા, દ્રવ્યસ્વભાવથી શુદ્ધ છે એમ ન કહે. દ્રવ્ય અપેક્ષાએ જુઓ તો શુદ્ધ છે એમ વિચક્ષા જ્યાં લગાડી, દ્રવ્યની વિવક્ષા લગાવે ત્યાં પર્યાય અપેક્ષાએ પ્રતિપક્ષપણું અશુદ્ધતા આવી જાય છે. એટલે ઈ નયજ્ઞાનથી આત્માનું ભાન થતું નથી. પરતંત્ર થઈ ગઈ ને ઈ......! (હાં, બરાબર) અને નયથી એકાન્ત કરવા જાય તો અન્યમત થઈ જાય. (તો અન્યમત થઈ જાય તો તો જૈન નથી) એમેય નથી આ, ઓમેય નથી. (આ તો એવી વાત છે પ્રમાણસે બહાર જાના નહીં, પ્રમાણમેં અટકના નહીં) નયજ્ઞાન સે બાહર જાના નહીં ઔર ઉસમેં અટકના નહીં. એકાન્ત ન મેં જાના નહીં.
પરતંત્ર છે પછી આગળ કહેશે. આમાં જ ચોખ્યું છે, આમાં જ ખુલાસો છે. (બહોત બઢિયા)
જે નય અપેક્ષા વિના અને પ્રતિપક્ષ નયની સાપેક્ષતા વિના પ્રયુક્ત થાય છે તેને નય જ કહેવો ન જોઈએ અથવા મિથ્યાનય કહેવો જોઈએ. હું... અન્યમતી થઈ ગયો. નિરપેક્ષ કહેવા જાય તો અન્યમતી અને સાપેક્ષ કહેવા જાય તો સ્વભાવ રહેતો નથી. (સ્વભાવ રહેતો નથી, આત્માનો. શું કરવું હવે?) નય છોડી દેવી. નિરપેક્ષ કરવા જાય તો મિથ્યા થઈ જાય. સાપેક્ષ કરવા જાય તો સ્વભાવ હાથમાં ન આવે.
નય સાપેક્ષ જ હોય, નય નિરપેક્ષ ન હોય. એટલે નયનું સ્વરૂપ કહી દીધું, જેવું છે એવું. જેવું છે એવું સાપેક્ષ જ હોય અને સ્વભાવ નિરપેક્ષ જ હોય, સાપેક્ષ હોય નહીં એટલે સાપેક્ષ નયથી નિરપેક્ષ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી.
થઈ ગયો વખત હું! વખત તો ક્યારનો થઈ ગયો છે ચાર વાગ્યા, મેં ઘડિયાળ જોઈને કહ્યું. ચલાવવા ધો પારો એક. આ ટાઈમની ખબર ન પડે. ચાર વાગ્યાને તો મને અહીં આશ્ચર્ય થયું અરે ! ટાઈમ કેવી રીતે જતો હશે? એટલી વારમાં ૩૩ સાગરોપમ થઈ ગયા એમ થઈ જશે. કાળ આવશે ને? હું! (હા) ૩૩ સાગરોપમ થઈ ગયા (હું) ચાલો સાધના કરવા જઈએ નીચે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com