________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૬
શેય થાય, ત્યારે ઈચ્છા થાય. આખું જ્ઞેય જણાવું જોઈએ. (નયથી જ જાણે તો આત્માને જાણતાં આખું જ્ઞેય જણાઈ જાય છે.) આખું જ્ઞેય દ્રવ્ય-ગુણ-પર્યાય, અનંત ધર્મો બધાં આવી જાય છે. ( કાંઈ બાકી રહેતું નથી) જ્ઞાનને વિષય પૂરો મળી ગયો, જાણવાનો. (જેમ શ્રદ્ધાને વિષય પૂરો મળી ગયો) એવી રીતે બસ. ત્યારે એને નિરાકુળ આનંદનો અનુભવ થાય છે. આ રીતે સ્વભાવની પ્રાપ્તિની રીત નયોથી જુદી છે.
આ ચર્ચામાં ખાસ વાત એ છે કે નયથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી કેમકે નય સાપેક્ષ હોય છે હવે ત્રણેય જે દોષ કીધાને! હા, હવે ત્રણેય દોષનો વિસ્તાર કરે છે. (ક્રમે ક્રમે ) પહેલામાં સાપેક્ષ આવ્યું હતું ને! હવે સાપેક્ષની વાતનો વિસ્તાર કરે છે. નયથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી કેમકે નય સાપેક્ષ છે. એના આધારરૂપે પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-૫૧૫માં સ્પષ્ટ કહ્યું છે કે, “જેમ છેદનક્રિયાનું કારણ એવી ફરસી છેદનક્રિયા કરવામાં સ્વતંત્ર રીતે ચલાવવામાં આવે છે.” નય સાપેક્ષ હોવાથી પરાધીન થઈ ગઈ એમ કહે છે. નય એકલી પ્રવર્તતી નથી. તે સાપેક્ષ છે એટલે સ્વતંત્ર ન રહી. (પરતંત્ર છે) એ બીજી નયોનો સહારો લેવો પડે છે. સ્વભાવ પ્રસિદ્ધ કરવા માટે એ ખોટું છે. પરતંત્ર થઈ ગયું, એ બરાબર નથી. (ઈ પરતંત્ર જ્ઞાન છે, સ્વતંત્ર નથી.) ઈ.... પરતંત્ર જ્ઞાન છે, અતીન્દ્રિયજ્ઞાન સ્વતંત્ર છે. આ ચર્ચામાં કોઈ ઊંચા પ્રકારની વાત છે. (સમજે ઈ સમજે.) અને ગહેરો ઉતરે તો સમજે. બાકી ઉપ૨ ઉપ૨થી આમ વાંચે તો ન સમજાય. જેમ છેદનક્રિયાનું કારણ એવી ફરસી છેદનક્રિયા કરવામાં સ્વતંત્ર રીતે ચલાવવામાં આવે છે તેવી રીતે નય સ્વતંત્ર રીતે વસ્તુને કોઈ ધર્મથી વિશિષ્ટ સમજતોય નથી અને કહેતોય નથી.
ભાવાર્થ:- ફરસી ચલાવવામાં એ જરૂરી નથી કે તે કોઈ બીજા હથિયા૨ની અપેક્ષા રાખીને છેદનક્રિયા કરે, પરંતુ નયનો પ્રયોગ સ્વતંત્ર થઈ શકતો નથી. (બરાબર ) સાપેક્ષ હોવાથી, પતંત્ર થઈ ગઈ. આમ જ છે પરતંત્ર થઈ ગઈ પ્રતિપક્ષ નયથી તે પરતંત્ર છે. નયનો પ્રયોગ સ્વતંત્ર થઈ શકતો નથી. કોઈ વિશેષ અપેક્ષા વિના નયપ્રયોગ થઈ શકતો નથી. નય પ્રયોગમાં વિશેષ અપેક્ષા અને પ્રતિપક્ષ નયની સાપેક્ષતા આવશ્યક છે તેથી છેદનક્રિયામાં ફરસીની જેમ નય સ્વતંત્ર નથી પરંતુ વિવક્ષા અને પ્રતિપક્ષ નયથી તે પરતંત્ર છે. વિવક્ષા અને પ્રતિપક્ષ બે વાત છે. વિવક્ષા એટલે
એમાં અપેક્ષા લગાવવી પડે. નયમાં તો આ અપેક્ષાએ આમાં આવો, આ અપેક્ષાએ આવો. ( જુઓ વવક્ષા લગાવે તો પ્રતિપક્ષ આવ્યા વગર રહે નહીં) રહે નહીં, પ્રતિપક્ષ આવી જાય. બેય શબ્દ સાથે જ છે (બરાબર જ છે નય) શબ્દ લખ્યા છે ઈ બરાબર જ છે, શબ્દ લખાણા છે ઈ બરાબર છે. જે નય અપેક્ષા વિના અને પ્રતિપક્ષ નયની સાપેક્ષતા વિના પ્રયુક્ત થાય છે તેને નય જ ન કહેવો જોઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com