________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૫ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી.
પહેલામાં સાપેક્ષ છે ઈ દોષ બતાવ્યો કેમ કે સ્વભાવ હંમેશા નિરપેક્ષ હોય. સ્વભાવને સાપેક્ષ માને કે: આ નયે આ અને આ નયે આ ઈ ખોટું છે. બીજામાં નય વિકલ્પરૂપ છે. (બરાબર) બહુ પારો સારો છે નયજ્ઞાન ઈન્દ્રિયજ્ઞાન હોવાથી શુદ્ધજ્ઞાન તો નથી, પરંતુ સ્વઘેય પણ નથી. પર શેય છે.
ઈન્દ્રિયજ્ઞાન પર શેય છે બસ. એટલું બસ છે. ઇન્દ્રિયજ્ઞાન નયજ્ઞાન હોવાથી, સિદ્ધાંત મૂક્યો, નય હોય તે હંમેશા ઇન્દ્રિયજ્ઞાનમાં હોય માનસિક જ્ઞાનમાં જ નય હોય, અનુભવમાં નય ન હોય અને અતીન્દ્રિય જ્ઞાનમાં નય ન જ હોય. (બહુ સરસ ) સાપેક્ષ. વિકલ્પા નયા: બસ. (શુદ્ધ જ્ઞાન પણ નથી પરંતુ સ્વશય પણ નથી એટલે ઈ વિકલ્પ જણાતા જ નથી) હું... જણાય જ નહીં ને, વિકલ્પ ઊભો થાય તો જણાય ને? એનું અસ્તિત્વ જ નથી બેન! (બરાબર! એનું અસ્તિત્વ જ વિલીન થઈ જાય છે) વિલીન થઈ જાય છે. પછી જ્ઞય તરીકે ક્યાંથી જણાય? (ન જણાય) આહાહા. વિકલ્પ આત્માને જણાતો તો નથી પણ આત્માને જાણતાં વિકલ્પ જાણતો પણ નથી. જણાતો નથી અને જાણતો ય નથી. (બહુ સરસ.) નયજ્ઞાન ઈન્દ્રિયજ્ઞાન છે.) ઇન્દ્રિયજ્ઞાન છે સો ટકા. (જ્ઞાન તો નથી એમ તો સમજાય પણ એ શેય નથી.) શેય નથી. આહાહા! વિકલ્પનું અસ્તિત્વ જ ખલાસ થઈ ગયું; પછી જ્ઞય તરીકે ક્યાંથી હોય? (કેમકે અનુભવમાં એનું અસ્તિત્વ જ નથી, એનું અસ્તિત્વ દેખાતું નથી, અસ્તિત્વ રહેતું નથી.) છે જ નહીં. પક્ષાતિક્રાંત કોને કહે? નયના વિકલ્પો ચાલ્યા જાય બસ. નિશ્ચયનયનો વિકલ્પ ચાલ્યો જાય છે. અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરાવીને ચાલ્યો જાય છે, નિશ્ચયનયનો વિકલ્પ. વ્યવહારનયનો તો વિકલ્પ છે જ નહીં.
નય અંશગ્રાહી છે. નય વડે જાણતાં, નય અંશગ્રાહી હોવાથી એક ધર્મને જાણે છે, બાકીના ધર્મોને જાણવાનું બાકી રહી જાય છે. એટલે જ્ઞાનને વિષયનો પ્રતિબંધ થાય છે. પ્રતિબંઘ થતાં, તેને જાણવાની ઇચ્છા ઉત્પન્ન થતાં, આકુળતા થાય છે. એ દોષ છે. નિર્વિકલ્પ અતીન્દ્રિયજ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરતાં, તે જ્ઞાન સવિકલ્પ હોવાથી અને તેનું સામર્થ્ય સર્વગ્રાહી હોવાથી યુગપદ્ અમે બધા ધર્મો એક સમયમાં જાણવામાં આવે છે. (આ વાત કેટલી સરસ છે) કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. કેવળી જેવો છે. (હાં કેવળી જેવો છે) એટલે ઈચ્છા ઉત્પન્ન થતી નથી એટલે નિરાકુળ આનંદનો અનુભવ થાય છે. આ રીતે સ્વભાવની પ્રાપ્તિની રીત નયોથી જુદી છે (નયજ્ઞાન અંશગ્રાહી કહો કે ક્રમિક કહો એક હી બાત હૈ.) હાં, એક હી બાત હૈ. એક ધર્મને જાણે છે અને બીજા ધર્મોને જાણવાનો પ્રતિબંધ આવી ગયો એટલે ઈચ્છા થયા વગર રહેતી નથી કારણકે પૂરું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com