________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૩ સ્વરૂપ માટે અને સ્વરૂપના અનુભવ માટે અનંત જ્ઞાનીઓનો એક જ મત હોય છે.)
બરાબર છે બસ. આજ રીતે આપણે સ્વાધ્યાય કરવો. ધીમેધીમે એક એક લીટી વાંચતા જવું અને એના ઉપર વિચાર કરવો (બરાબર) અત્યારે જે પદ્ધતિ તમારી છે તે બરાબર છે. ગૂઢ છે, એટલે (હું ચાવી ચાવીને) ચાવી ચાવીને બસ. આ ચાવીને ચાવીને ઈ... શબ્દ બરાબર છે. (થવા યોગ્ય થાય છે.)
(આ ચર્ચા નયથી પક્ષાતિક્રાંત થઈને પ્રત્યક્ષ અનુભવ કરવાના હેતુએ થઈ છે) એનો તું હેતુ જો (હેતુ તો દેખો ઈસકા ) હેતુ જો. (હેતુ બહુ ઊંચો છે ) (સમયસારમાં છેને પક્ષાતિક્રાંતનું શું સ્વરૂપ છે.) હા.
(પક્ષીતિક્રાંત ધ્યેય જ્ઞયોનું શું સ્વરૂપ છે?) શું સ્વરૂપ છે? બરાબર. તો આ ચર્ચા નયથી પક્ષાતિક્રાંત થઈને પ્રત્યક્ષ અનુભવ કરવાના હેતુએ થઈ છે શબ્દ રચના સારી છે વ્યવસ્થિત-પક્ષાતિક્રાંત થયેલો આત્મા બે નયોના પક્ષને જેણે છોડી દીધો છે હા, વિકલ્પ છૂટી ગયા છે, અનુભવ થયો છે એને માટે. પક્ષાતિક્રાંત થયેલો આત્મા શુદ્ધાત્માની દષ્ટિપૂર્વક, (દોનો નયકા પક્ષ છૂટતા હૈ તભી તો શુદ્ધાત્મા કી દષ્ટિ હોતી હૈ) દષ્ટિ હોતી હૈ. ઔર જબ દષ્ટિ હોતી હૈ તબ સમ્યજ્ઞાન પ્રગટ હોતા હૈ (તો તે બે નયોના વિષયને જાણે છે, બહુ સરસ) બે નયોના વિષયને જાણે છે. બે નયોના વિકલ્પને નહીં, કેમકે વિકલ્પ તો છે નહીં ત્યાં ( વિકલ્પ તો છૂટ ગયે હૈ તબ તો શુદ્ધાત્માકા અનુભવ હોતા હૈ તબ તો વો દો નયોંકા વિષયકા એક સમયમેં જ્ઞાતા હૈ એક સમયમેં, એક સમયમેં હોં! (વિકલ્પસે એક સમયમેં દો કા જ્ઞાતા નહીં હોતા,) બસ બરાબર છે.
બે નયોના વિષયને જાણે છે. કોઈ નય દુભાય નહીં, પક્ષ રહે નહીં અને બે નયોનો જ્ઞાતા થઈ જાય કોઈ નય દુભાય નહી એ એક, પક્ષ રહે નહી બે, અને બે નયોનો જ્ઞાતા થઈ જાય. આહાહાહા ! શાંતિથી કોઈ વાંચશે ત્યારે એને માલ દેખાશે. (શુદ્ધાત્માની દષ્ટિપૂર્વક) દષ્ટિપૂર્વક જ જ્ઞાન થાય ને? પક્ષાતિક્રાંત શબ્દ વાપર્યો તો પહેલાં, નયોના વિકલ્પ ગયા, અતીન્દ્રિયજ્ઞાનથી અનુભવ કર્યો. અતીન્દ્રિયજ્ઞાન બે નયોને જાણે છે વિષયોને, બે નયોના વિષયોને જાણે છે, જેમ કેવળી જાણે છે એમ જ, વિકલ્પ નથી ઊઠતો. (નયસે દેખે તો વિકલ્પ ઊઠતા હૈ ના, સ્વભાવસે દેખતે હૈ તો વિકલ્પ નહીં ઊઠતા હૈ).
નયથી જોતાં ઘણું કરીને ત્રણ દોષ આવે છે. (૧) નયજ્ઞાન સાપેક્ષ છે. (૨) નય વિકલ્પરૂપ છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com