________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧ર તો બીજી નય ઊભી થાશે. એવું સ્વરૂપ નથી. આહાહાહા.
જે ૧૧ મી ગાથામાં કહ્યું છે વ્યવહાર અભૂતાર્થ ઈ બરાબર જ છે. નિશ્ચયનયથી ઈ કહેશો તો વ્યવહારનય ઊભી થાશે. વ્યવહારનય અભૂતાર્થ જાણજે. એમ! એવો સ્વભાવ જ નથી. કારણકે આરોપિત કથન કરે છે વ્યવહાર (નયથી જોતાં સ્વભાવની પ્રાપ્તિ થતી નથી.)
(અજ્ઞાની જીવો શાસ્ત્રનો ઘણો અભ્યાસ કરવા છતાં સ્વભાવની પ્રાસિરૂપ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી વંચિત છે. તેઓ કેવળ નયોના વિકલ્પોમાં રોકાયેલા છે, અને નયાતિક્રાંત થવાની કળાથી અજાણ છે.)
અનાદિનો જીવ છે કાંઈ ખબર પડતી નથી. (નયોના વિકલ્પોમાં રોકાયેલા છે અને નયાતિક્રાંત થવાની કળાથી અજાણ છે.) અજાણ છે એટલે સ્વભાવથી જતો નથી; નયથી જોયા કરે છે. આ ગુપ્ત ચમત્કાર છે. (સ્વભાવથી જોવું એટલે ગુણમાં ગુપ્ત વાત છે.) ગુપ્ત વાત છે, ગુપ્ત વાત છે. આહાહા ! (નયાતિક્રાંત થઈ જાય, નયપક્ષ છૂટી જાય. સાચું જ્ઞાન પ્રગટ થાય.) પ્રગટ થઈ જાય. બહુ મુદ્દાની વાત છે. સ્વભાવથી જોતાં વિકલ્પ જ ઉત્પન્ન થતા નથી. ખલાસ સ્વભાવને આશ્રયે વિકલ્પ ન હોય. નય પરાશ્રિત જ છે, જ્ઞાન સ્વાશ્રિત, નય પરાશ્રિત છે. (નય સાપેક્ષ છે, જ્ઞાન નિરપેક્ષ છે) નિરપેક્ષ છે બરાબર સ્વભાવ નિરપેક્ષ જ હોય ને? (હું, કોઈ એમ કહેશે કે આ ગૃહસ્થી જ્ઞાની લખી ગયા છે, કે કોઈ મુનિરાજ લખી ગયા છે! એમ થાશે).
(કેટલી ઊંચી વાત, સ્વભાવની વાત, છેલ્લી કોટીની વાત છે ) અફર છે. (અફર છે, અફર એકદમ અરે!) વિકલ્પાતીત થઈને સ્વાનુભવદશા પ્રગટ થાય બસ. ૯૫ કળશમાં જે કહ્યું ને વિકલ્પ જ કેવળ કર્તા, વિકલ્પ કેવળ કર્મ (ઈ આ નયના વિકલ્પ ) નયના વિકલ્પ, ત્યાં રાગની વાત નથી લીધી. નયમાં વિકલ્પ જ હોય, ઈ શુભભાવની ક્રિયા હું કરું છું એનાથી ધર્મ થાય એનાથી પાછો ફર્યો છે. ઈ નયથી જાણે કે “હું જાણનાર છું. હું કરનાર નથી' રાગનો: નિશ્ચયનયથી મારો સ્વભાવ મને જાણવાનો છે; રાગને જાણવાનો નથી. રાગને જાણવાનો વ્યવહારનયથી કથન છે; બાકી નિશ્ચયનયથી તો હું મને જ જાણું છું એમાં આત્મા જણાતો નથી, નિશ્ચયનયથી જાણનાર જણાય છે એમાં જાણતો નથી. સ્વભાવથી જ જાણનાર છું બસ. (બહુ સરસ ). સ્વસ્વાધ્યાય અર્થે આ (દ્રવ્યસ્વભાવ-પર્યાયસ્વભાવ) લખ્યું છે એમ સમજો; બીજા માટે કાંઈ છે જ નહીં.
નયવિકલ્પમાં અટકેલાં જીવો નયાતિક્રાંત થઈ આત્માને સાક્ષાત્ અનુભવી શકે એટલા માટે પરમકૃપાળુ ભાઈશ્રીએ આ વિકલ્પાંતકારી નિર્વિકલ્પ થવાની રહસ્યાત્મક કળા વિધિ દર્શાવેલ છે. પૂ. ભાઈશ્રીના હૃદયમાં આવેલો આ ઉત્કૃષ્ટ ભાવ સંતોના આગમમાંથી મળી જાય છે કેમકે વસ્તુના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com