________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૧ આવતી નથી. (નયજ્ઞાન જ્ઞય પણ નથી) જ્ઞય પણ નથી (વ્યવહારે જ્ઞય છે.)
જાણનારપણે જણાય છે કઈ નથી ? પ્રશ્ન જ નથી. જાણનાર જણાય છે બસ. સીધું જણાય છે માટે કોઈ નયથી ન જો. (બહુ સરસ, દ્રવ્ય સ્વભાવમાં બે પડખાં નથી, પર્યાયમાં બે પડખાં નથી) બે પડખાં નથી. (બે રૂપ નથી–એકરૂપ છે ) બે રૂપ હોય તો. બે નય જોઈએ, અને જો તમે અનુભવ પહેલાં બે નયથી ન સમજો તો અન્યમત થઈ જાય, અને બે નયને સમજીને વળગી રહો તો અનુભવ ન થાય. (સાચો જૈન ન થાય ) સાચો જૈન ન થાય. નામનિક્ષેપે જૈન થાય. ખંડન કરવા માટે મંડન હોય, અનુભવ માટે ખંડન, મંડન, નયની કાંઈ જરૂર નથી. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. એટલે શું? આ નયે આવો ને આ નયે આવો, નયોની લક્ષ્મી ઉદય પામતી નથી આહાહાહા ! તત્ત્વના અવલોકન કાળ હોય છે આરાધના સમયે ! ( બિલકુલ જાનતા હી નહીં હૈ પહલે સમજાને કે લીયે હોતા હૈં) હોતા હૈ બસ. (લેકિન અભી વો બાત નહીં હું અભી તો.... હું...) છેલ્લી કોટીની વાત છે.
(પ્રથમ સે હી આત્મા શુદ્ધ હૈ, પ્રથમ સે હી આત્મા શુદ્ધ હૈ, પ્રથમ સે હી આત્મા શુદ્ધ હૈ. કિસ નયસે એમાં શુદ્ધ અશુદ્ધનો ભેદ કરું? સ્વભાવસે હી શુદ્ધ હૈ) પ્રથમથી જ શુદ્ધ છે એટલે સ્વભાવથી જ શુદ્ધ છે; અનાદિથી શુદ્ધ છે; નિશ્ચયનયથી શુદ્ધ છે એમ નથી. કોઈ નયથી ન જો. (એમ નહીં કે વ્યવહારનયથી ન જો એમ નહીં, કોઈ નયથી ન જો) નિશ્ચયનયથી ન જો. નિશ્ચયનયથી જોઈશ તો દ્રવ્ય પર્યાય ખ્યાલ નહીં આવે, વિકલ્પ ઊઠશે. ( વિકલ્પ જ ઊઠશે; બાકી સ્વભાવ ખ્યાલમાં નહીં આવે,) (બહુ સરસ વાત છે) આહાહાહા..........
દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ, અપૂર્વ ચીજ છે. સેટીકામાં પર્યાય સ્વભાવ કહ્યો અને ૬ઠ્ઠી ગાથામાં દ્રવ્યનો સ્વભાવ કહ્યો. પ્રમત-અપ્રમત નથી ( જ્ઞાનની પર્યાયનો સ્વભાવ પરને જાણતો જ નથી) જાણતો જ નથી, અને જ્ઞાનની પર્યાયનો સ્વભાવ નિશ્ચયનયે આત્માને જાણતો નથી. (સ્વભાવથી આત્માને જાણે જ છે.) હું. (ઈ... શબ્દ બહુ ઈમ્પોર્ટન્ટ છે. કોઈ નયથી ન જે.) બસ કોઈ નયથી ન જો. સો-બસો વરસ પછી આની કિંમત થશે. કોણ લખી ગયું? કોણ કહી ગયું? આ કોણ હતું એ? અમે તો એને જોયાય નથી; એમ કહેશે લોકો. ઈ આ ગૂઢ છેલ્લી કોટીની વાત છે; અભ્યાસી માટે છે. નયોમાં આવી ગયો છે કે, તેને ધક્કો મારીને અંદર લઈ જાય છે (રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે ને ?) હા રહસ્યપર્ણ ચિઠ્ઠી -કોઈ નયથી ન જો..
નયથી જોતાં સ્વભાવની પ્રાપ્તિ થતી નથી આહાહા ! નયથી જોતાં સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. કેમકે નય સાપેક્ષ છે, સ્વભાવ નિરપેક્ષ છે. સ્વભાવ નિરપેક્ષ છે; એક નયથી આમ કહેશો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com