________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૦
દ્રવ્યસ્વભાવને સ્વભાવથી જો અને પર્યાયસ્વભાવને પણ સ્વભાવથી જો, કોઈ નયથી ન જો, કોઈ નય વ્યવહાર કે નિશ્ચયનય (કોઈ નયથી) નયનો પ્રયોગ ન કર. દ્રવ્ય છે, દ્રવ્ય સામાન્ય સ્વભાવ, દ્રવ્યની વાત તો કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય. કચિત્ માં બેય આવે ને ? નિશ્ચયનયથી નિત્ય અને વ્યવહારનયથી અનિત્ય તો સ્વભાવ હાથમાં નહીં આવે કારણકે ઈ એકમાં બે ધર્મ નથી. નિત્ય જ છે. (અને ઈ . તો સ્વભાવથી ) સ્વભાવથી જ નિત્ય છે. (ઈ પણ નિશ્ચયનયથી નહીં) જો તમે અનિત્ય કહો તો તમારું લક્ષ પર્યાય ઉપર ગયું. કેમકે દ્રવ્ય અનિત્ય ન હોય. પર્યાયનો આરોપ આપ્યો માટે અનિત્ય કહેવાણું (દ્રવ્ય અનિત્ય ન હોય, પર્યાયનો આરોપ આપીને અનિત્ય ) પર્યાય અનિત્ય છે કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય એ આરોપિત કથન છે. નિત્ય જ એવો સ્વભાવ છે જેમાં અનાદિ અનંત કોઈ એક સમય પણ અનિત્યપણું દેખાતું નથી આત્મામાં, અને પર્યાય સ્વભાવ અનિત્ય જ દેખાય છે તેમાં નિત્યપણું દેખાતું નથી. એક સ્વભાવથી જ અનિત્ય છે, એક સ્વભાવથી નિત્ય છે. ઉત્પાદ વ્યય સ્વભાવથી અનિત્ય છે, ધ્રુવ સ્વભાવથી જ નિત્ય છે. પ્રભુ! આહાહાહા !
CC
દ્રવ્યે નિત્ય અને દ્રવ્યે અનિત્ય એમ નથી, આરોપિત કથન છે. પ્રમાણમાં વયા ગયા તમે. જ્યાં તમે સ્યાદ્વાદ લગાવ્યો, કથંચિત્ લગાવ્યું, પ્રમાણનું દ્રવ્ય હાથમાં આવશે. પ્રમાણ સુધી તો અનંતવાર આવ્યો; (આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે) ઈ આ. આત્મામાં સ્યાદ્વાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસપણું આવતું નથી.” (અરે, આ તો ગજબની વાત છે.) ગજબનું વાક્ય છે. અનુભવજ્ઞાનમાં સ્યાદ્વાદ હોય, નયપૂર્વક પ્રમાણ થયું ને ત્યારે સ્યાદ્વાદનો જન્મ થાય. (બરાબર બે નયના વિષયને જાણે) જાણે જ્ઞાનથી એ પ્રમાણનું વાક્ય છે. (એક સમયમાં એક જ્ઞાનની પર્યાયમાં બે નયના વિષયને જાણે ) જાણે. (એનું નામ સ્યાદ્વાદ છે.) બાકી ભગવાન આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. કોઈ નયનો વિષય નથી એમ કહ્યું. (દ્રવ્ય સ્વભાવ, સ્વભાવથી જ નિત્ય છે. વાહ! પર્યાય સ્વભાવ, સ્વભાવથી જ અનિત્ય છે.) સ્વભાવ છે એનો બેયનો. ( અનેકાન્ત સે સ્વભાવકી સિદ્ધિ નહીં હોતી સ્વભાવસે સ્વભાવકી સિદ્ધિ હોતી હૈ.) બસ. (એટલે નયોની સફાઈ થઈ જાય છે, સાફ થઈ જાય છે.)
નયનો સહારો જ તમારે લેવાની જરૂર નથી, કેમકે નય છે ને તે વિકલ્પાત્મક છે. ત્યાં સુધી અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થતું નથી. જ્યાં તમે સ્વભાવ ૫૨ ગયા; તો અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થશે. નયજ્ઞાનનો જન્મ જ નહીં થાય, અનુભવના કાળે નયજ્ઞાન યાદ આવતું એ નથી. (બરાબર, જી. હું) અનુભવ પહેલાં અનુભવના કાળે નય હોતી નથી; યાદેય
નયના પ્રયોગો હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com