________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭ જાણવું બાકી ન રહ્યું. એને આખું શેય મળ્યું “ઉત્પાદવ્યયધ્રુવયુક્ત સત્ ”, “ગુણપર્યાયવત દ્રવ્યમ્' (તત્ત્વાર્થસૂત્ર અને પ્રવચનસાર ) આખુંય જ્ઞાન અને એક સમયમાં થઈ ગયું. શ્રદ્ધાએ એક સમયે પૂરી થાય અને જ્ઞાન પણ એ જ સમયે પૂરું થયું. જ્ઞાન થોડું આજે જાણે થોડું કાલે જાણે, થોડું પરમ દિવસે જાણે ત્યારે જ્ઞાન પૂરું થાય? એમ નથી. (બહુ સરસ).
આમાં ૧૪૩ ગાથા છેલ્લે છે. છેલ્લે બતાવી છે. કાઢો શાસ્ત્રમાંથી એનો અન્વયાર્થ જુઓ મથાળું જુઓ.
જ્ઞાનનો વિષય પૂરો થાય છે ત્યારે અનુભવ થાય છે. શ્રદ્ધાનો વિષય પૂરો થઈ ગયો અને એક સમયમાં જ્ઞાનનો વિષય પૂરો થાય. બે સમય ન હોય. પહેલી લીટીમાં કહી દીધું હોં ! ઉપર જ છે, મથાળું.
પક્ષીતિક્રાંતનું શું સ્વરૂપ છે? આહાહા! વિકલ્પ છૂટે છે, અનુભવ થાય છે ત્યારે એનું સ્વરૂપ શું છે? તે ધ્યેયને જાણે; ઉત્પાદવ્યયને ન જાણે એમ નથી બાપુ આ. (વો તો પક્ષકા સ્વરૂપ હૈ) પક્ષકા સ્વરૂપ હૈ. (પક્ષીતિક્રાંતકા નહીં) ઐસા સ્વરૂપ નહીં હૈ ૧૪૩ ગાથામાં છે જુઓ “નયદ્વય”, નયદ્રય કથન એટલે સ્વરૂપ; નયદ્વય એટલે નયોનો જે વિષય બેય, દ્રવ્ય-પર્યાય બેને જાણે અને એને જાણતા નયપક્ષનો વિકલ્પ ઉત્પન્ન ન થાય. આહાહા! આ તો કોઈ સ્વરૂપ છે! હે! આવો મોક્ષનો માર્ગ છે. બાકી બધી વાતો છે (બે નયના વિષયને એક જ્ઞાનથી જાણે છે નયથી નહીં )
એક જ્ઞાનથી બે નયોના વિષયને સમય એકમાં જાણી લે, સમયથી પ્રતિબદ્ધ અનુભવના કાળે હોં. નિર્વિકલ્પ ધ્યાનના કાળે. આહાહા ! અને લખ્યું “નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન જે” નયપક્ષ તો છૂટી ગયો (છૂટી ગયો ત્યારે તો સમયમાં પ્રતિબદ્ધ થયો) અને પ્રતિબદ્ધ થયો ત્યારે એકલા શુદ્ધાત્માને જાણે કે શુદ્ધાત્માને આશ્રયે જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો, નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય કે નહી ? આત્માને આશ્રયે પ્રગટ થાય કે નહીં ? નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય તેને જ્ઞાન જાણે કે ન જાણે ? ઈ જ સમયમાં જાણે. (શ્રદ્ધામાં પૂરો વિષય આવે ઈ રીતે જ્ઞાનમાં પણ પૂરો વિષય આવી જાય છે.) પૂરો વિષય બસ. એમ થતાં પૂરું આવ્યું ને પરોક્ષમાં, પછી કેવળજ્ઞાન થતાં પ્રત્યક્ષ પૂરું થઈ જાય છે.
શ્રદ્ધાનો વિષય અને જ્ઞાનનો વિષય આમ સમજે નહીં તો વિરોધાભાસ લાગે છે. એક બાજુથી એવું કહેવું કે ઉત્પાદ-વ્યયથી રહિત ધ્રુવઆત્મા તેટલો જ આત્મા છે, અને બીજી બાજુથી કહેવું કે ઉત્પાદ-વ્યયથી સહિત એટલે કે રહિતપુર્વક સહિત થાય તો જ સમ્યજ્ઞાન! અરે !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com