SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યાસવના ભેદ ] [૮૫ કાર્મણવર્ગણાના પુદ્ગલસ્કંધ જે આવે છે તેને દ્રવ્યાસ કહે છે. ૩૧. ૨. દર્શનાવરણ - જ્યારે આત્મા પોતે પોતાના દર્શનભાવનો ઘાત કરે ત્યારે આત્માના દર્શનગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને દર્શનાવરણ કહે છે. ૩. વેદનીય - આત્માને સગવડતા કે અગવડતાના સંયોગો પ્રાપ્ત થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને વેદનીય કહે છે. ૪. મોહનીય - જીવ પોતાના સ્વરૂપને ભૂલીને સ્વ-પરને એકરૂપ માને અથવા સ્વરૂપાચરણમાં અસાવધાની કરે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને મોહનીય કહે છે. ૫. આયુ - જ્યારે જીવ પોતાની યોગ્યતાથી નરક, તિર્યચ, મનુષ્ય કે દેવના શરીરમાં રોકાઈ રહે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને આયુકર્મ કહે છે. ૬. નામ - જીવ જે શરીરમાં હોય તે શરીરાદિ રચનામાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને નામકર્મ કહે છે. ૭. ગોત્ર - જીવને ઊંચ કે નીચ આચરણવાળા કુળમાં પેદા થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને ગોત્રકર્મ કહે છે. ૮. અંતરાય - જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિધ્રમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને અંતરાયકર્મ કહે છે. એકસો આ પ્રમાણે આઠ કર્મોના પ+૯+૨+૨૮+૪+૩+૨+૫=૧૪૮ અડતાલીસ ભેદ છે. વાસ્તવમાં કર્મોના અનંત ભેદ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy