________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
[દ્રવ્યસંગ્રહ ભાવબંધ અને દ્રવ્યબંધનું લક્ષણ यज्झदि कर्म जेण दु चेदणभावेण भावबंधो सो। कम्मादपदेसाणं अण्णोण्णपवेसणं इदरी।।३२।। बध्यते कर्म येन तु चेतनभावेन भावबन्धः सः। कात्मप्रदेशानां अन्योन्यप्रवेशनं इतरः।। ३२।।
અન્વયાર્થ:- (એન) જે (વેતનમાન) ચૈતન્યભાવથી (શ્મ) કર્મ (વધ્યતે) બંધાય છે. (સં.) તે પરિણામ (ભાવ૫:) ભાવબંધ છે (1) અને (વર્માત્મપ્રવેશીનાં) કર્મ અને આત્મપ્રદેશોનો (અન્યોન્યપ્રવેશન) એકબીજામાં પ્રવેશ થવો તેને ( રૂતર:) દ્રવ્યબંધ કહે છે.
ભાવાર્થ:- ૧. બંધની વ્યાખ્યા - અજ્ઞાન, રાગ-દ્વેષ પુણ્ય-પાપરૂપ વિભાવમાં આત્માનું રોકાઈ જવું (-અટકી જવું) તે ભાવબંધ છે. અને તે સમયે કર્મયોગ્ય પુદ્ગલોનું સ્વયં-સ્વતઃ જીવની સાથે એકક્ષેત્રાવગાહરૂપે બંધાવું તે દ્રવ્યબંધ છે. (તેમાં જીવનો અશુદ્ધ ભાવ નિમિત્તમાત્ર છે.)
- ૨. જીવ અને કર્મના બંધમાં કોઈ કોઈનો કર્તા નથી - એ બંધાનમાં કોઈ કોઈના કર્તરૂપ તો છે નહિ. જ્યાં સુધી બંધાન રહે ત્યાં સુધી એ બંનેનો સાથ રહે, પણ છૂટાં પડે નહિ, તથા પરસ્પર કાર્યકારણપણું (નિમિત્ત નૈમિત્તિક સંબંધ) તેઓનું બન્યું રહે એટલું જ અહીં બંધાન જાણવું.
૧. મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com