SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦] [દ્રવ્ય-સંગ્રહ ભાવાર્થ- ૧. લોકાકાશ-અલોકાકાશ- (૧) જેટલા સ્થાનમાં બધાં દ્રવ્યો માલૂમ પડે તેને લોકાકાશ કહે છે. અને લોકાકાશની બહાર કેવળ આકાશ છે તેને અલોકાકાશ કહે છે. (૨) લોકના ત્રણ ભાગ છેઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક. આને જ ત્રણ લોક કહેવામાં આવે છે, અને તે લોકાકાશ છે. તેનાથી બહાર અનંત અલોકાકાશ છે. ૨. લોક અનાદિનિધન:- (૧) આ લોક અનાદિ અનંત છે. તેને કોઈએ પુરુષે બનાવ્યો નથી, કોઈ તેનો નાશ કરી શકતો નથી, કોઈએ તેને ધારણ કર્યો નથી અને કોઈ તેની રક્ષા કરતો નથી. (૨) આ લોકમાં જે જીવાદિ પદાર્થો* છે તે જુદા-જુદા અનાદિનિધન છે. તેમની અવસ્થાની પલટના થયા કરે છે–એ અપેક્ષાએ તેને ઊપજતાં વિણસતા કહીએ છીએ. સ્વર્ગ નરક, દીપાદિક છે તે અનાદિથી એ જ પ્રમાણે છે અને સદાકાળ એમ જ રહેશે. જીવાદિક વા સ્વર્ગાદિક સ્વયંસિદ્ધ છે. સંસારમાં જીવ છે તે જ યથાર્થ જ્ઞાન વડે મોક્ષમાર્ગ સાધનથી, સર્વજ્ઞવીતરાગ થાય છે ત્યારે તેને પરબ્રહ્મ કહેવામાં આવે છે. કોઈ જુદો આ જગતનો કર્તા પરમબ્રહ્મ નથી. ૩. નાના પ્રમાણવાળા લોકાકાશમાં અનંતદ્રવ્યો કેવી રીતે રહી શકે? પ્રશ્ન:- આ *અસંખ્યાત પ્રદેશી લોકાકાશમાં અનંત મોક્ષમાર્ગ પ્રકાશક. અ. ૫, પૃ. ૧૧૪–૧૧૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy