________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર]
| [ દ્રવ્ય-સંગ્રહ ૨. બંધઃ- (૧) કર્મબંધથી પૃથભૂત સ્વશુદ્ધાત્માની ભાવનાથી રહિત જીવને અનુપચરિત અસભૂત વ્યવહારનયથી દ્રવ્યબંધ છે; ( અર્થાત્ સમ્યજ્ઞાની જીવને ચોથા ગુણસ્થાનથી શ્રદ્ધાની મુખ્યતાએ બંધ નથી.) (૨) નિષ્કષાય શુદ્ધાત્માના જ્ઞાનથી રહિત જીવોને કર્મવર્ગણારૂપ પુદ્ગલદ્રવ્ય આવે છે તેને દ્રવ્યાસ્રવ જાણવો જોઈએ. (૩) જેમ નેત્ર દશ્ય પદાર્થોને કરતું-ભોગવતું નથી, દેખે જ છે; તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે, અને બંધ-મોક્ષ કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે.
તાત્પર્યઃ- (૧) ગાથા ૧૫માં જે તાત્પર્ય કહ્યું છે તે અહીં પણ લાગું પડે છે. (૨) આસ્રવ-બંધની ઉપરની વ્યાખ્યા શ્રી સમયસાર ગાથા ૭ર ટીકા તથા* ભાવાર્થને અનુસરે છે. ૧૬.
ધર્મદ્રવ્યનું લક્ષણ गइपरिणयाण धम्मो पुग्गलजीवाण गमणसहयारी। तोयं जह मच्छाणं अच्छता णेव सो णेई।।१७।। गतिपरिणतानां धर्म: पुद्गलजीवाना गमनसहकारी। तोयं यथा मत्स्यानां अगच्छतां नैव स: नयति।।१७।।
જ્ઞાનીને આસ્રવ-બંધ નથી–એ કથન દર્શનમોહ અને અનંતાનુબંધીની પ્રકૃતિનો બંધ થતો નથી એની મુખ્યતાથી છે. અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પ સ્થિતિ અનુભાગવાળો છે, દીર્થ સંસારનું કારણ નથી; તેથી તે પ્રધાન ગણવામાં આવ્યો નથી. (જુઓ, સમયસાર પૃ. ૧૩૬થી ૧૩૮ આવૃત્તિ બીજી ).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com