________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૧
પુદ્ગલદ્રવ્યની પર્યાયો ]
સ્વકીય (પોતપોતાના) પરિણામે પરિણમન એ જ તેનું કર્તુત્વ છે. (૪) કર્તુત્વ અને અકર્તુત્વ-એવા બે સામાન્ય ગુણો દરેક દ્રવ્યમાં હોય છે. માટે એ પાંચ દ્રવ્યો તો પોતે પોતાની પર્યાયોના કર્તા છે, કોઈપણ પદાર્થ પરદ્રવ્ય તથા પરની પર્યાયનો કર્તા થઈ શકતો નથી. (૫) કોઈપણ જીવ પુદ્ગલનું કાંઈ કરી શકતો નથી, તે પૂર્વે ગાથા ૮માં કહેવાઈ ગયું છે. ૧૫.
પુદગલદ્રવ્યની પર્યાયો सद्दो बंधो सुहुमो थूलो संठाण भेद तम छाया। उज्जोदादवसहिया पुग्गलदव्वस्स पज्जाया।। १६ ।।
શબ્દ: વન્થ: સૂક્ષ્મ: શૂન: સંસ્થાનમેવતમ૨છાય:
उद्योतातपसहिताः पुद्गलद्रव्यस्य पर्यायाः।। १६ ।।
અન્વયાર્થ:- (શબ્દ) શબ્દ, (વન્ધ:) બંધ, (સૂક્ષ્મ:) સૂક્ષ્મ, (શૂન:) સ્થૂળ, (સંસ્થાન) આકાર, (મે) ખંડ, (તમ:) અંધકાર, (છાયા) છાયા, (ઉદ્યોતિપસહિતી:) ઉદ્યોત અને આતપ સહિત (પુતદ્રવ્યચ) પુદ્ગલ દ્રવ્યના (પર્યાયા:) પર્યાયો છે.
ભાવાર્થ:- ૧. દસ પર્યાયો – પુદ્ગલ દ્રવ્યાના શબ્દ વગેરે દસ* પર્યાયો છે.
૧ – વીણા વગેરેનો સ્વર તે શબ્દ. ર-લાખ અને લાકડી વગેરેનું જોડાવું તે બંધ. ૩-ઈન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય તે સૂક્ષ્મ. ૪-ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય તે સ્થૂલ. પ-ત્રિકોણ, ચતુષ્કોણ ગોળ વગેરે તે આકાર. ૬-સ્કંધનો કોઈપણ ભાગ તે ખંડ. ૭-દષ્ટિને રોકે તે અંધકાર. ૮. તડકામાં મનુષ્યની છાયા તથા દર્પણમાં મુખાદિ દેખાય તે છાયા, પ્રતિબિંબ. ૯-ચંદ્રમાં અથવા ચંદ્રકાન્ત મણિનો પ્રકાશ તે ઉદ્યોત. ૧૦-સૂર્ય અથવા સૂર્યકાન્તમણિનો પ્રકાશ તે આત૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com