________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવના બીજા ભેદ]
[૪૩ છે અર્થાત્ પોતે હૈયાત રહે છે, તેથી તેને “પરિણામ' કહે છે.) એવા પરિણામસ્વરૂપ ભાવને પરિણામિકભાવ કહેવામાં આવે છે. આ પાંચ ભાવોમાં કર્મોપાધિની ચાર દશા-ઉદય-ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષય જેમનું નિમિત્તકારણ છે એવા ચાર ભાવો છે. જેમાં કર્મોપાધિરૂપ નિમિત્ત બિલકુલ નથી-માત્ર દ્રવ્યસ્વભાવ જ જેવું કારણ છે-એવો એક પારિણામિક છે.
(૨) એ ભાવ ત્રિકાળ શુદ્ધ અને પરમ છે, તેથી તેને શુદ્ધપારિણામિક પરમભાવ કહેવામાં આવે છે, કેમ કે તેના આશ્રયે જીવને શુદ્ધ પર્યાય પ્રગટે છે; બીજા ચાર ભાવોને અપરમ” ભાવ કહેવામાં આવે છે, કેમ કે તેમના આશ્રયે જીવને અશુદ્ધ પર્યાય' પ્રગટે છે.
(૩) સમસ્ત કર્મરૂપી વિષવૃક્ષને ઉખેડી નાખવામાં સમર્થ એવો આ પરમભાવ ત્રિકાળ નિરાવરણ છે.
રૂ. સબે સુવા દુ સુદ્ધળયા (શુદ્ધનયે સર્વે જીવ ખરેખર શુદ્ધ છે. શુદ્ધનયનો અર્થ અહીં દ્રવ્યાર્થિકનય થાય છે. આ દષ્ટિએ જોતાં સર્વે જીવો શુદ્ધ જ્ઞાયકસ્વભાવના ધારક છે. માત્ર પર્યાયદષ્ટિએ જીવોની પર્યાયોમાં ફેર હોય છે. તે બતાવવા માટે, અહીં તેને અશુદ્ધ નયનો વિષય કહેવામાં આવે છે. તે પર્યાયો જીવ પોતે પોતાથી જ-પરથી નિરપેક્ષપણે નિશ્ચયનયે કરે છે.
૧. આ સંબંધીનું વિશેષ વર્ણન શ્રી પંચાસ્તિકાય શાસ્ત્રની ગાથા પરથી ૬૮ અને તેની
ટીકામાં, તથા મોક્ષશાસ્ત્રના અધ્યાય ૨ સૂત્ર ૧ થી ૮ અને તેની ટીકામાં કરવામાં આવ્યું છે ત્યાંથી જોઈ લેવું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com