________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪]
[દ્રવ્ય-સંગ્રહું કર્મનું નિમિત્ત હોવા છતાં કર્મ તે કરાવતું નથી; તેથી, પરથી તેનું ભેદજ્ઞાન કરાવવા માટે “અશુદ્ધનય ” કહેવામાં આવે છે, અને શુદ્ધનયની અપેક્ષાએ અશુદ્ધનય પણ વ્યવહારનય છે-એમ સમજવું. આ કારણે શ્રી સમયસારની પ૬મી ગાથામાં માર્ગણાસ્થાન ગુણસ્થાનાદિ ભાવોને વ્યવહારનયનો વિષય કહ્યો છે.
માર્ગણાસ્થાન:- જે જે ધર્મ-વિશેષોથી જીવોનું અન્વેષણ (શોધ) કરવામાં આવે તે તે ધર્મ-વિશેષોને માર્ગણા કહેવામાં આવે છે. તેમાં ચૌદ સ્થાનો-ભેદ છે. તેનાં નામ:
(૧) ગતિ (૨) ઈન્દ્રિય (૩) કામ (૪) યોગ (૫) વેદ (૬) કષાય (૭) જ્ઞાન (૮) સંયમ (૯) દર્શન (૧૦) લેશ્યા (૧૧) ભવ્યત્વ (૧૨) સમ્યકત્વ (૧૩) સંશિત્વ (૧૪) આહારત્વ.
આ બધાં ભગવાન પરમાત્માને (નિજ ત્રિકાળ શુદ્ધાત્માને). શુદ્ધનિશ્ચયનયના બળે નથી પણ અશુદ્ધનયે છે.
૫. ગુણસ્થાનઃ- મોટું અને યોગના સદ્દભાવથી કે અભાવથી, જીવના શ્રદ્ધા-ચારિત્ર-યોગ આદિ ગુણોની તારતમ્યતારૂપ અવસ્થા વિશેષોને “ગુણસ્થાન' કહે છે. તેના પણ ચૌદ ભેદો છે. આ ચૌદ ભેદો ભગવાન પરમાત્માને શુદ્ધ નિશ્ચયનયના બળે નથી, પણ
૧. શ્રી રામચંદ્ર જૈન શાસ્ત્રમાલા-સમયસાર ગા. ૬૮ નીચે શ્રી જયસેન આચાર્યની ટીકા.
પૃ. ૧૧૧-૧૧૨; ગા. પ૭થી પૃ. ૧૮૧; ગા. ૧૦૨ પૃ. ૧૬૭; ગા. ૧૧૩થી ૧૧૫ પૃ.
૧૭૯; ગા. ૧૩૭૩૮, પૃ. ૧૯૮. ૨. આના વિશેષ વર્ણન માટે જુઓ, આ ગાથા ૧૩ નીચેની ફૂટનોટ. ૩. નિયમસાર ગા. ૪૨ ટીકા પૃ. ૮૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com