________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦]
[દ્રવ્ય-સંગ્રહ ભાવાર્થ:- ૧. ભૂમિકા - બૃહદ્ દ્રવ્યસંગ્રહની આ ગાથાની ભૂમિકામાં લખ્યું છે કે
હવે શુદ્ધપારિણામિક પરમભાવ ગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિક નયે સર્વ જીવો શુદ્ધ બુદ્ધ એકસ્વભાવમય છે. પશ્ચાત્ (પછી) અશુદ્ધનયે ચૌદ માર્ગણાસ્થાન તથા ચૌદ ગુણસ્થાન સહિત હોય છે એવું કથન કરે છે.”
૧. મિથ્યાત્વઃ- સાચા દેવ, શાસ્ત્ર, ગુરુ અને જીવાદિ તત્ત્વોમાં વિપરીત માન્યતા સ્વ
પરના એકત્વની શ્રદ્ધા અતત્ત્વશ્રદ્ધા. ૨. સાસાદન-સમ્યકત્વ છોડીને મિથ્યાત્વ તરફ જવું. ૩. મિશ્ર:- સભ્યત્વ અને મિથ્યાત્વના એકીસાથે પરિણામોનું થવું. ૪. અવિરત સમ્યકત્વઃ- સમ્યકત્વ તો છે જ પણ નબળાઈવશ કોઈ પ્રકારના
નિશ્ચયવ્રત અને ચારિત્ર ધારણ ન કરે. સ્વરૂપાચરણચારિત્ર હોય. ૫. દેશસંયતઃ- સમ્યકત્વ સહિત એકદેશ (અંશે ) નિશ્ચયચારિત્રનું પાળવું. ૬. પ્રમત્તસંયત - સમ્યક ચારિત્રની ભૂમિકામાં અહિંસાદિ શુભપયોગરૂપ મહાવ્રતોને
પાળે છે એ પ્રમાદ છે. (સર્વથા નગ્ન દિગમ્બરદશાપૂર્વક મુનિપદ હોય છે.) ૭. અપ્રમત્તસંયત- પ્રમાદરહિત થઈને માત્ર આત્મ સ્વરૂપમાં સાવધાન રહે છે. ૮. અપૂર્વકરણ:- સાતમાં ગુણસ્થાનની ઉપર પોતાની વિશુદ્ધતામાં અપૂર્વરૂપે ઉન્નતિ
કરવી. ૯. અનિવૃત્તિકરણઃ- આઠમાં ગુણસ્થાનથી અધિક ઉન્નતિ કરવી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com