SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ ] નિશ્ચય. [દ્રવ્ય-સંગ્રહ ૩. નયોઃ- આ ગાથામાં બે નયો છે- (૧) વ્યવહાર, (૨) (૪) ૫૨ દ્રવ્યોને જીવ ખરેખર ભોગવી શકતો નથી, પણ જીવનો વિભાવ તે પ્રસંગે નિમિત્તમાત્ર છે. એટલું જ્ઞાન કરાવવા માટે જીવ સાતા-અસાતા કર્મના અનુભાગરૂપ ફળને ભોગવે છે, એમ વ્યવહારનયે (ભોક્તા) કહેવાય છે, વળી કર્મોના ફળપણે અનુકૂળપ્રતિકૂળ ( સુખ-દુઃખરૂપ) પદાર્થોનો સંયોગ થાય છે તેને ભોગવવાનો ભાવ જીવ કરે છે એટલું જીવનું નિમિત્તમાત્રપણું બતાવવા માટે જીવ સુખ-દુઃખરૂપ બાહ્ય પદાર્થો ભોગવે છે એમ વ્યવહારનયે કહેવામાં આવે છે. તેથી ખરેખર જીવ કર્મના અનુભાગને કે અનુકૂળ-પ્રતિકૂળ પદાર્થોને ભોગવે છે, એમ સમજવું નહીં. (૬) અહીં નિશ્ચયનયના બે વિભાગ પડે છે-(૧) અશુદ્ધ નિશ્ચયનય, (૨) શુદ્ધ નિશ્ચયનય. અશુદ્ધ નિશ્ચયનયથી હર્ષ વિષાદરૂપ સુખ-દુ:ખને જીવ ભોગવે છે; તથા શુદ્ધ નિશ્ચયનયથી અવિનાશી આનંદરૂપ સુખામૃતને જીવ ભોગવે છે. તાત્પર્ય:- કર્તા સંબંધે જે ગા. ૮ માં જણાવ્યું છે તે આ ગાથાને પણ લાગુ પડે છે. જીવના કર્તૃત્વ અને ભોકતૃત્વ વિવેચન કરવાનો ગ્રંથકારનો એવો અભિપ્રાય છે કે જીવ યથાર્થ વસ્તુસ્વરૂપને જાણીને - ૧. આ અનુપરિત અસદ્દભૂત (જુઠો ) વ્યવહારનય છે. ૨. આ ઉપરિત અસદ્દભૂત (જુઠો ) વ્યવહારનય છે. ૩૫. હીરાલાલજીકૃત દ્રવ્યસંગ્રહ પૃ. ૨૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy